ફતેપુરામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

ફતેપુરા. જુના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બલૈયા ચોકડી પર રહેતા પંકજભાઇ નટવરભાઈ પંચાલનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો હતો. ફતેપુરા ગામમાં કોરોનાના દશ જેટલા કેસો નોધાઇ ચૂક્યા છે. જોકે અડધા દર્દીઓ સાજા થયા છે. રવિવારના રોજ વધુ એક કેસ પોઝિટિવ આવતાં દર્દીને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફતેપુરાના હોળી ચકલા વિસ્તારથી મેઇન બજાર, પાછલા પ્લોટ વિસ્તાર, જુના બસ સ્ટેશન વિસ્તારમાં કેસો નોધાતાં અડધા કરતાં પણ ગામનો મોટા ભાગનો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તબદીલ થઇ જવા પામ્યો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: