પ્રોજેક્ટમાં સંકલનનો અભાવ: સ્માર્ટસિટીના 3 પ્રોજેક્ટ ચોમાસામાં દાહોદ શહેરનો કચ્ચરઘાણ કાઢશે!
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં પ્રોજેક્ટ અંતર્ગત ખોદાયેલો ખાડો.
- સ્ટ્રોમ વોટર, સીવરેજ અને પાણી વિતરણ તેમજ મીટરના પ્રોજેક્ટમાં સંકલનનો અભાવ
- કોરોના કાળમાં બંધ કામોની પ્રગતિની ટકાવારીનું લેવલ લાવવા શહેર એક સાથે ખોદી દેવાયું
- એજન્સીઓ પાસે સુધારો કરાવવા માટે વહીવટી તંત્ર પાસે માત્ર હવે સપ્તાહનો જ સમય
દાહોદમાં સ્માર્ટસિટી અંતર્ગત હાલ 559.89 કરોડના વિવિધ પ્રોજેક્ટોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીને જળાશયમાં એકત્રિત કરવાના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ, ઘરના દૂષિત પાણીનો યોગ્ય નિકાલ, શુદ્ધિકરણ માટેનો સીવરેજ પ્રોજેક્ટ અને પીવાનું શુદ્ધ પાણી, પાણી વિતરણ વ્યવસ્થા,મીટર અંગેના વોટર સપ્લાય પ્રોજેક્ટ અંતર્ગત પાઈપ લાઈન નાંખવાના કામ ચાલતાં સ્થાનિકોને તકલીફ પડી રહી છે. સુવિધા મેળવવવી હોય તો થોડી તકલીફ પડે તે સ્વભાવિક છે. પરંતુ તંત્રે સંકલન જાળવ્યા વિના એક સાથે આખા શહેરમાં કામગીરી શરૂ કરતાં સમસ્યાઓ પેદા થઇ છે.
હવે સપ્તાહમાં ચોમાસાના એંધાણ છે ત્યારે સંખ્યાબંધ સ્થળે પાઇપ લાઇન ઉતાર્યા બાદ તેની ઉપર માત્ર માટીનું જ પુરણ કરીને છોડી દેવાયુ છે. તો કેટલીક જગ્યાએ માત્ર મેટલ પાથરી દેવાઇ છે. જ્યાં રસ્તા બનાવ્યા છે ત્યાં પણ લેવલ જળવાયંુ નથી. હંગામી પુરણકામ કરેલ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા કે પાણીથી માટી પલળતા કાદવથી કફોડી હાલત થવાની સંભાવના નકારી શકાય તેમ નથી.
ખાસ કરીને પુરણ બેસી જવાના કિસ્સામાં સોસાયટી વિસ્તારોમાં લાંબા ખાડા પડવાની દહેશત પણ છે. સપ્તાહમાં કદાચ વરસાદ શરૂ જશે ત્યારે હવે એજન્સીઓ પાસે સમુસૂતરું કરવા માટે ગણતરીના દિવસો જ બચ્યા છે ત્યારે પુરણનું લેવલ નહીં કરાય તો વિકટ પરિસ્થિતિ સર્જાશે તેમ લાગી રહ્યું છે.
એક વિસ્તાર પૂર્ણ કર્યા બાદ બીજો હાથ ઉપર લેવાનો હતો
સ્માર્ટસિટી અંતર્ગત શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે એક વિસ્તાર પકડીને તેમાં તમામ કામગીરી પૂર્ણ થયા બાદ બીજો વિસ્તાર હાથમાં લેતા તો કદાચ પ્રજાને રાહત રહેતી. કેટલાંક વિસ્તારોમાં તો એક એજન્સીએ ખોદકામ બાદ રસ્તા બનાવીને બીજી એજન્સીએ ફરી ખોદાકામમાં તે રસ્તો તોડતાં પ્રજાને પણ સુવિધા મળી શકી નથી.
પ્રજાને રંઝાડતા વિવિધ પ્રોજેક્ટની કેટલી પ્રગતિ
પ્રોજેક્ટ | કુલ ખર્ચ | સ્થિતિ |
સ્ટ્રોમ વોટર | 121.18 કરોડ | 62.5 |
સીવરેજ | 34.63 કરોડ | 67.2 |
પાણી વિતરણ | 99.33 કરોડ | 48.6 |
અને મીટર | (ટકામાં) |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed