પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યામાં પત્નીની ધરપકડ : દાહોદના ચકચારી કેશની હકીકત

KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેર ખાતે થોડા વખત અગાઉ વિરલકુમાર રમેશચંદ્ર શેઠ રહે. ગોદીરોડ દાહોદનાની હત્યામાં દિલિપ દેવળની વધુ પૂછપરછ કરતાં વિરલકુમાર રમેશચંદ્ર શેઠની હત્યા પત્ની ઉષાબેન વિરલકુમાર શેઠ અને આરોપી દિલિપ દેવળની મીલીભગતથી કરવામાં આવી હતી.
વધુમાં પ્રાપ્ત વિગત પરથી જાણવા મળેલ છે કે વિરલકુમારની પત્ની ઉષાબેનના દિલિપ દેવળ સાથે આડા સંબંધ હતા અને પોતાનો પતિ ગુમ થયા બાદ ઉષાબેન દિલિપ દેવળના ઘરે જ રહેતી હતી. અને તેનાથી તેને એક પુત્ર પણ છે. અગાઉ ગરબાડા તાલુકામાં એક હત્યાના ગુનામાં દિલિપ દેવળની અટકાયત કરવામાં આવી હતી આ હત્યામાં વધુ પૂછપરછ કરતાં વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ બાબતમાં દિલિપ દેવળની પૂછપરછ કરતાં તેને કહ્યું કે વિરલકુમાર રમેશચંદ્ર શેઠની પત્ની જોડે મારા આડા સંબંધ હતા તે બાબતની જાણ વિરલકુમારને થતાં તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ દિલીપ દેવળે પોતાના આડા સંબંધમાં રોડા રૂપ બનતા પોતાની પ્રેમીકા ઉષાબેનને સાથે મળીને વિરલકુમારનું દાહોદથી અપહરણ કરી નવાગામ ખાતે લઈ જઈ માથામાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. અને તેની લાશને પોતાના ખેતરમાં પાયા ખોદી ચણી દીધી હતી. આ બાબતે પોલીસે દિલિપ દેવળની પૂછતાછ કરતાં તેને ઉષાબેનનું નામ લીધું હતું અને ત્યારબાદ ઉષાબેનની સઘન પૂછતાછ કરતાં બધી હકીકત સામે આવી હતી. તેથી પોલીસે ઉષાબેનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.


Related News

Comments are Closed

%d bloggers like this: