પ્રવેશ પ્રકિયા: દાહોદની આઇટીઆઇમાં યુવાનો માટેના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાયાં, પ્રવેશ ઇચ્છુક ઉમેદવારે સંસ્થાનો સંપર્ક કરવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ રોડ ખાતેની ઔધોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે NSQF લેવલના શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરાયા છે. આ કોર્ષમાં પ્રવેશ મેળવવા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવા પ્રમાણપત્રો સાથે સંસ્થામાં જાહેર રજા સિવાય સવારે 11થી બપોરે 4માં તાલીમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

કોર્મશીયલ વ્હીકલ ડ્રાઇવર માટે ધો.8 પાસ તેમજ 400 કલાકનો સમય, CCTV ઇન્સ્ટોલેશન ટેકનીશયન માટે ધો.10 પાસ તેમજ 360 કલાક, મોબાઇલ ફોન હાર્ડવેર રીપેર ટેકનીશયન માટે ITI પાસ તેમજ 360 કલાક, ફીલ્ડ ટેકનીશયન – કોમ્પ્યુટીંગ એન્ડ પેરીફેરલ્સ માટે ધો.12 પાસ/ડિપ્લોમા/સ્નાતક માટે 300 કલાક, ફીલ્ડ ટેકનીશીયન – અધર હોમ એપ્લાયન્સીસ માટે ધો.8 પાસ, ITI, ડિપ્લોમા ઇલેકટ્રીકલ/ઇલેકટ્રોનીક્સ તેમજ 360 કલાક, સર્વીસ ટેકનીશીયન – હોમ અપ્લાયન્સીસ માટે આઇટીઆઇ/ડિપ્લોમા-ઇલેકટ્રીક/મિકેનિકલ, આરએસી તેમજ કોર્ષનો સમયગાળો 300 કલાકનો રહેશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: