“પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના કાર્યક્રમની દાહોદના ખરોડમાં ચાલી રહેલી તડામાર તૈયારી

Keyur Parmar – Dahod Bureau

આગામી તા. ૧૫/૫/૨૦૧૬ ના રોજ દાહોદ તાલુકાના ખરોડ ખાતે કેન્દ્ર સરકારશ્રીની ગરીબ લક્ષી કલ્યાણ યોજના પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનું લોન્ચીંગ કેન્દ્રીય-પ્રેટ્રોલીયમ મંત્રી, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્‍થાનના મુખ્યમંત્રીઓની ઉપસ્‍થિતિમાં થનાર છે. આ કાર્યક્રમના આયોજન અને થયેલ કામગીરીની સમીક્ષા અંગેની આખરી બેઠક જિલ્‍લા કલેકટર એમ.એ.ગાંધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઇ હતી.

તદ્દઉપરાંત ખરોડ ખાતે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જે પૈકી દાહોદ જીલ્લા પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા ઘેરો બનાવવામાં આવેલ છે ત્યારે બીજી બાજુ વહીવટી અધિકારી દાહોદ જીલ્લા કલેકટર એમ. એ. ગાંધી, દાહોદ પ્રાંત અધિકારી પદ્મરાજ ગામીત, તેમજ દાહોદ મામલતદાર એન. એફ. દ્વારા મીટીંગોનો દોર ચાલી રહ્યો છે જયારે ભારતીય જનતા પાર્ટીના જીલ્લાની ટીમ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા વધુમાં વધુ માણસો લાવવાની હોડ ચાલી રહી છે કારણકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. બીજી બાજુ ગરમીને ધ્યાને લઇ પંખા, કુલર તેમજ પાણીનો પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.


Related News

Comments are Closed

%d bloggers like this: