પ્રતિબંધ: 50 દિવસ બાદ ફરીથી રવિવારે વાણિજ્યિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં 21મીથી જ અમલના આદેશ અપાયા

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટરે સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જાન્યુઆરી માસમાં છુટ મળ્યાના 50 દિવસ બાદ ફરીથી રવિવાર ઉપર પ્રતિબંધ મુક્યો છે.

દાહોદ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન વર્ષ 2020ના મે માસમાં જિલ્લામાં રવિવારે વાણિજ્યિક પ્રવૃતિ બંધ રાખવાનો આદેશ કરાયો હતો ત્યાર બાદ દિવાળી માટે નવેમ્બર માસમાં છુટ આપ્યા બાદ ફરી પ્રતિબંધ મુકાયો હતો. બે માસ બાદ પ્રતિબંધ રાખી ફરી 29 જાન્યુઆરીએ છુટ આપવામાં આવી હતી. જોકે, હવે 50 દિવસ બાદ ફરીથી કલેક્ટર વિજય ખરાડી દ્વારા રવિવારે જિલ્લામાં વાણિજ્યિક પ્રવૃતિ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

દાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેર સેનિટાઇઝેશનની કરવી પણ ખૂબ જ જરૂરી હોવાનું કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યુ હતું. જેથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી નહીં શકે. એટલે કે, વેપારીઓએ રવિવારે રજા રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: