પ્રજાસત્તાક પર્વની ઉજવણી: દાહોદમાં પ્રજાસત્તાક દિનની પરેડમાં શૂન્ય નામક ઘોડો અશ્વદળની આગેવાની કરશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- માઉન્ટેડ પોલીસ દ્વારા ટેન્ટ પેગિંગની દિલધડક રજૂઆત કરવામાં આવશે
- અશ્વ અને સવારની પરીક્ષા કરે છે આ રમત : 25 અશ્વો પરેડમાં જોડાશે
72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે દાહોદમાં વિશિષ્ટ મહેમાનોનો એક સમુહ પણ દાહોદ આવી ગયો છે. આ મહેમાનો છે દૈવીપ્રાણી અશ્વો! માઉન્ટેડ પોલીસના ૨૫ જાતવાન અશ્વો પણ રાજ્ય કક્ષાની પરેડમાં ભાગ લેવાના છે. સાથે,ઘોડેસવારો પોતાનું કૌશલ્યનું પ્રદર્શન કરવાના છે. અહીં 26 જાન્યુઆરીના રોજ અશ્વદળ દ્વારા સ્ટેન્ડિંગ સેલ્યુટ કરવામાં આવશે. જેમાં એક જવાન દોડતા અશ્વ ઉપર કોઇ સહાર વિના ઉભા રહીને સલામી આપતા પસાર થાય છે. એ બાદ ઇન્ડીવ્યુડ્અલ ટેન્ટ પેગિંગ, ટીમ ટેન્ટ પેગિંગ, ઇન્ડિયન ફાઇલ અને શો જમ્પિંગના કરતબ થશે. ટેન્ટ પેગિંગ ભારતમાં શોધાયેલી અશ્વદળની આ એક યુદ્ધકલા છે. તેના વિશે જણાવતા માઉન્ટેડ પોલીસના ઇન્સ્પેક્ટર એમ. એસ. બારોટ કહે છે, પ્રાચીન ભારતમાં યુદ્ધ ટાણે વિરોધીઓ જ્યાં પડાવ નાંખ્યો હોય તેને નિશાન બનાવવામાં આવતું.
આ સૈનિકો રહેવા ટેન્ટનો ઉપયોગ કરતા હતા. હવે,આ છાવણીને ઉભી કરવા માટે જમીનમાં જે લાકડાના ખીલા ખોડવામાં આવે છે, તેને પેગ કહેવામાં આવે છે. રાતના સમયે હરીફ રાજ્યના અશ્વદળના ચુનંદા સૈનિકો વીજળી ગતિથી આવી પોતાની પાસે રહેલા ભાલાથી પેગને ઉખેડી નાખે અને છાવણી તેની અંદર સૂતેલા જવાનો ઉ૫ર પડે,એ જ સમયે પાયદળ આવીને તેના ઉપર હુમલો કરે, આવી યુદ્ધનીતિ રહેતી. આ ઉપરાંત,લડાઇમાં રહેલા હાથીને પગમાં ઘાયલ કરવા પણ પેગિંગ થતા હતા. કાળક્રમે આ યુદ્ધકલા રમતના સ્વરૂપે વિકસિત થઇ છે.
અશ્વદળની આગેવાની શૂન્ય નામનો ઘોડો કરશે. આ નામ પ્રખ્યાત ગઝલકાર શૂન્ય પાલનપૂરી ઉપરથી પાડવામાં આવ્યું છે. થરોબ્રેડ કુળનું આ પ્રાણી ગુજરાત સરકારને ભેટમાં મળ્યું છે. પુણેમાં અશ્વશાળા ધરાવતા કોઇ સજ્જન વિદેશમાં સ્થાયી થતાં પૂર્વે ૮૯ ઘોડા ભેટમાં આપી દીધા હતા. તેમાં તે વખતે વછેરો શૂન્ય પણ હતો. પીઆઇ શ્રી બારોટે તેને તાલીમ આપી. તેણે શૂન્યની સાથે અનેક મેડલ પણ જીત્યા છે.
ટેન્ટ પેગિંગ એટલે શું
ટેન્ટ પેગિંગમાં ઘોડેસવારે કુલ 100 મિટર દોડવાનું હોય છે. તેના પ્રથમ 70 મિટર અંતરે પેગ રાખ છે. આ 100 મિટરનું અંતર માત્ર 7 સેકન્ડમાં પસાર કરવાનું હોય છે. (નોંધ-ઉસેન બોલ્ટનો 100 મિ.નો રેકોર્ડ 9.58 સેકન્ડ છે) એટલે, આંખના પલકારએ ઘોડેસવાર હાથમાં રહેલા 8.4 ઇંચના ભાલાને લઇ આગળ વધવાનું અને પેગમાં ભાલાને ખૂંચાવી આગળ વધવાનું હોય છે. ઘોડાની આ ગતિને ગેલેપ ચાલ કહે છે. સામાન્ય સવાર કે સામાન્ય તોખારનું આ કામ નથી.
રવાલ ચાલના ઘોડા ચાલતા નથી
ઘોડાની ચાલ વિશે પણ જાણવા જેવું છે. ઘોડો સાવ ધીમી ગતિએ, નાના ડગલે ડાબલા વગાડતો ચાલે, તેને રવાલ ચાલ છે. અશ્વના સામાન્ય ચાહકોમાં આ ચાલ પ્રિય છે. પણ, પેગિંગમાં રવાલ ચાલના ઘોડા ચાલતા નથી. પોલીસ પાસે અશ્વ તાલીમમાં આવે એટલું સૌથી પહેલું કામ તેને રવાલ ભૂલવાડવાનું હોય છે. માઉન્ટેડ પોલીસના ઘોડા લાંબા ડગલાની દુડકી ચાલથી ચાલે છે. જેને ટ્રોટ પણ કહેવામાં આવે છે. એ બાદ મધ્યમ ગતિને કેન્ટર ચાલ અને તેજ ગતિને ગેલેપ કહે છે.
કાઠિયાવાડી, મારવાડી, થરોબ્રેડ બ્રિડના અશ્વ ભાગ લેશે
દાહોદની પરેડમાં મુખ્યત્વે કાઠિયાવાડી, મારવાડી અને થરોબ્રેડ બ્રિડના અશ્વ ભાગ લેવાના છે. થરોબ્રેડ અશ્વને માનવામાં આવે છે. પોલીસના તેજીલા તોખારોમાં ગરુડ, બ્લેક ક્વિન, સમ્રાટ, રોશન, રાજદૂત, દિલેર અને શૂન્ય મુખ્ય છે. આ પૈકી એક ઘોડીની કિંમત રૂ. 1.80 લાખ છે. આ તમામ અશ્વોની વિશેષ કાળજી રાખવામાં આવે છે. દર માસે તેના આરોગ્યની તપાસણી થાય છે. રસીકરણ થાય છે. વળી, તેના ડાબલા અને નાળની સંભાળ લેવામાં આવે છે. પરેડમાં ભાગ લેવાનો હોય ત્યારે વિશેષ વધારાનો ખોરાક આપવામાં આવે છે. તેમાં ઘી વાળા દાણા પણ આપવામાં આવે છે. પરેડ વખતે અશ્વના પગ ઉપર રંગીન બાંડિશ પટ્ટી બાંધવામાં આવે છે.
Related News
દુષ્કર્મ: દાહોદના રેબારી ગામે 18 વર્ષીય દિકરીનો એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ
Gujarati News National Naradham Takes Advantage Of Loneliness Of 18 year old Daughter In RebariRead More
દાદાગીરી: દાહોદના હીરોલા ગામે ચુંટણીમાં બોગસ મતદાન ન કરવા દેવાના મુદ્દે ભાજપના ચાર વ્યક્તિઓએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને મારમારી ખુલ્લી લૂંટ કરી
Gujarati News Local Gujarat Dahod In Dahod’s Hirola Village, Four BJP Men Openly Beat UpRead More
Comments are Closed