પ્રકૃતિ મિત્ર મંડળના યજમાન પદે રતનમહાલ ખાતે ત્રિદિવસીય બર્ડ કોન્ફરન્સનો શુભારંભ

KEYUR PARMAR – DAHOD BUREAU
છેલ્લા 33 વર્ષથી દાહોદ ખાતે પર્યાવરણ સંવર્ધનના ક્ષેત્રે કાર્યાન્વિત સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા ગુજરાતમાં પક્ષીઓ કાજે એકમાત્ર સંનિષ્ઠ એન.જી.ઓ. બર્ડ કન્ઝવેટર્સ સોસાયટી ઓફ ગુજરાત (BCSG) અને રતનમહાલ વન વિભાગના સહયોગથી તારીખ 10 થી 12 ફેબ્રુયારી દરમિયાન રતનમહાલ ખાતે રાજ્ય કક્ષાની ત્રિદિવસીય બર્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં જોવાં મળતા સામાન્ય અને દુર્લભ એવા તમામ પક્ષીઓથી સહુ વધુ પરિચિત થાય અને પક્ષી નિરીક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રે વર્તમાન યુગમાં સધાયેલી વિવિધ આધુનિક ટેકનિકોથી પક્ષીઓ કાજે ગુજરાતમાં પુનઃ વસવાટ યોગ્ય વાતાવરણ ઊભું કરી શકાય તે સંદર્ભે ચર્ચાઓ થઈ હતી. અત્રે રતનમહાલ ખાતે જોવાતા પક્ષીઓનું ચેકલિસ્ટ પણ અપગ્રેડ કરવામાં આવનાર છે.  આમ, વિવિધ મહત્વના મુદ્દાઓને લઈને આયોજિત થયેલી આ બર્ડ કોન્ફરન્સના યજમાન બની પ્રકૃતિ મિત્ર મંડળે આ ક્ષેત્રનું ખુબજ મહત્વનુ કાર્ય કર્યું છે.
રાજ્યકક્ષાની એવી આ બર્ડ કોંફરન્સમાં ગુજરાતના સુખ્યાત પક્ષીવિદ્દો સર્વશ્રી ડો. બકુલ ત્રિવેદી, મુકેશ ભટ્ટ, મહંમદ જત, ડો. રાંક, ભવભૂતિ પરાશર્ય, એ.સી.એફ. આર.એમ.પરમાર સહિત ગુજરાતનાં ૫૦ જેટલા સુખ્યાત પક્ષીવિદ્દો સહિત અનેક પ્રકૃતિવિદ્દો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના સ્થાપક અને જાણીતા સર્પ અને પક્ષીવિદ્દ અજય દેસાઇના સક્રિય માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી, મંત્રી સાકિર કડીવાલા, સહિત પક્ષી નિરીક્ષન્મ રસ ધરાવતા તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પ્રતિ વર્ષે વિવિધ સ્થળોએ યોજાતી બર્ડ કોન્ફરન્સો પૈકી દાહોદ ખાતે છેલ્લે ૨૦૦૬માં આ અગાઉ એક બર્ડ કોન્ફરન્સ યોજાઇ હતી ત્યારબાદ દાહોદ ખાતે આ બીજી વખત દાહોદને યજમાન બનવાની તક સાંપડી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: