પોલીસ ફરિયાદ: ફતેપુરામાં ચોથા ફેરે માળા તોડી વરરાજા ભાગી ગયો 1 મહિનો રાહ જોયા બાદ કન્યાની પોલીસમાં અરજી

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Bridegroom Fled After Breaking The Garland In The Fourth Round In Fatehpura. After Waiting For 1 Month, The Bride Applied To The Police.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ચાલુ લગ્નમાં વરરાજા મંડપમાંથી ભાગી જતાં લોકો સ્તબ્ધ થયા હતા. - Divya Bhaskar

ચાલુ લગ્નમાં વરરાજા મંડપમાંથી ભાગી જતાં લોકો સ્તબ્ધ થયા હતા.

  • યુવતી સાથે સગાઈ થયા બાદ એક વર્ષથી શોષણ કરતો હોવાની અરજીમાં કેફિયત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાંથી બીજા ગામે ગત 5 એપ્રિલના રોજ વાજતે-ગાજતે જાન ગઈ હતી. સમાજના રિવાજ મુજબ મંગળફેરા ચાલુ કરવામાં આવ્યા હતા અને ભોજનની પણ તૈયારી થઈ ગઈ હતી. ફેરા ફરતી વખતે ચોથા ફેરા બાદ પાંચમું મંગળ ગવાતાં કન્યાને આગળ રાખવામાં આવે છે. તેવી જ રીતે કન્યાને માંડવા નીચે વરની આગળ કરી મંગળફેરા ચાલુ કરવામાં આવ્યા હતા.

આ વખતે હાથમાં પકડી રાખેલી તલવાર ફેંકીને ગાળામાં પહેરેલી માળા તોડીને વરરાજા માંડવામાંથી ભાગી છૂટતાં ઉપસ્થિતો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે માહોલ પણ થોડો ગરમ થઇ ગયો હતો. જોકે આગેવાનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. લગ્નમાંથી ભાગી જવાનું વરરાજાને કારણ પૂછવામાં આવતાં તે કન્યા જોઈતી નથી તેવું જ રટણ કરી રહ્યો છે. જોકે આ ઘટમાળમાં એક માસનો સમય વીતી જતાં અંતે કન્યા પક્ષે પોલીસનું શરણું લીધું છે.

કન્યાએ સુખસર પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું છે કે, એક વર્ષ પહેલાં બંનેનું સગપણ થયું હતું. લગ્નનો વિશ્વાસ આપી યુવકે એક વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું. લગ્નમાંથી ભાગી જઇ માનહાનિ પણ કરી હોવાનું કન્યાએ જણાવ્યું છે. આ ઘટનામાં સમાચાર લખાયા સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. યુવક ચાલુ ફેરામાંથી કયા કારણોસર ભાગી ગયો અને લગ્નની કેમ ના પાડે છે તે પકડાયા બાદ જ જાણવા મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: