પોલીસને પડકાર: દાહોદમાં પીસીઆર વાનમાંથી આરોપીએ ભાગી જવાનો પ્રયાસ કર્યો, પોલીસની સતર્કતાથી ઝડપાઈ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • ઝેરોક્ષ કઢાવવા વાન ઉભી રાખતા પોલીસને ધક્કો માર્યો
  • આરોપીએ ભાગી જવાનો પ્રયાસ કર્યો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ

દાહોદ પોલીસ એક આરોપીને જામીન માટે રજૂ કરવા મામલતદાર કચેરીએ લઈ જતી હતી. વચ્ચે વાન ઉભી રાખતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસની સતર્કતાને કારણે તે ઝડપાઈ ગયો હતો.

દુકાનોમાં લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ

પ્રાથમિક માહિતી પ્રમાણે જુજારસિંહ બારૈયાને દાહોદ પોલીસે 107,151 ની અટક કરી હતી. આ આરોપીને જામીન માટે રજૂ કરવા પીસીઆર વાનમાં મામલતદાર કચેરીએ લઈ જવાતો હતો. તે વેળાએ ડો.આંબેડકર ચોક પાસે પોલીસે ઝેરોક્ષ કઢાવવા વાન ઉભી રાખી હતી. જેવો પોલીસ જવાન ઉતરવા દરવાજો ખોલ્યો કે તક જોઇને આરોપીએ પોલીસને ધક્કો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

તેમજ પોલીસ સાથે ખેંચતાણ પણ કરી હતી. પરંતુ પોલીસે મચક આપી ન હતી. પરિણામે આરોપીને ફરી વાનમાં બેસાડી મામલતદાર કચેરી લઈ જવાયો હતો. આ વિસ્તાર ધમધમતો હોવાથી લોકો પણ થોડા સમય માટે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેમજ દુકાનોમાં લગાવેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: