પોપટ જાણીને મેં તો પાંજરુ ઘડાવ્યુ: દાહોદમાં હુડલા તારી બોલી મને મીઠી મીઠી લાગે ગીત શહેરની શિયાળુ સવારમાં સાર્થક થઇ રહ્યુ છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરના આકાશને સવાર સાંજ રંગીન કરતા હુડલાના ઝુંડ આકર્ષણનું કેન્દ્ર શિયાળામાં દક્ષિમમાંથી આવતા સુડલાના ઝુંડ એપ્રિલ સુધી દાહોદના મહેમાન

દાહોદ એક ઐતિહાસિક શહેર છે અને તેની સાથે પ્રાકૃત્તિક ધરોહર પણ અહીં એટલી જ છે.જિલ્લામાં જુદા જુદા ઠેકાણે નિત નવા પ્રાણી પક્ષીઓ જોવા મળે છે ત્યારે શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં દાહોદ શહેરના રાજમાર્ગ સમા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાંથી આવી મહેમાન બનતાં સૂડા ઉગતી સવાર અને ઢળતી સાંજને આહ્લલાદક બનાવી રહ્યા છે.કામ ધંધેથી પરવારી અથવા તો અમસ્તી લટાર મારવા નીકળેલા શહેરીજનો આ સૂડાઓના ઝુંડ આકાશમાં જોઇેને કુદરતની નોખી કરામતસામે દંગ રહી જાય છે ત્યારે દાહોદ આવા ઘણાં પક્ષીઓનુ જુદી જુદી ઋતુમાં યજમાન બનતુ આવ્યુ છે.

પોપટ જાણીને મેં તો પાંજરુ ઘડાવ્યુ,અલ્યા હુડલા,હુડલા તારી બોલી મને મીઠીમીઠી લાગે આ ગીત ગુજરાતના કોઇ ડાયરા કે ગરબામાં ન સાંભળવા મળ્યુ હોય તે અશક્ય છે.વિવિધ ગુજરાતી કલાકારોના કંઠે ગવાયેલુ અને માંણવામાં આવેલુ આ ગીત દાહોદ શહેરમાં સાચા અર્થમાં સાર્થક થઇ રહ્યુ છે.કારણ કે દાહોદમાં વિશ્રામ ગૃહ અને રાત્રી બજાર સુધીના વિસ્તારોમાં શિયાળામાં વિવિધ પક્ષીઓના કલરવથી કર્ણ પ્રિય કુદરતી સંગીત રેલાતા પસાર થતા સૌ કોઇને આ આધુનિક યુગમાં પ્રકૃત્તિનો પરચો મળી રહ્યો છે. જેમાં આવિસ્તારોમાં શિયાળો આવતાં જ દક્ષિણમાંથી જેને હુલામણી ભાષામાં હુડલા કહેવાય છે તે સુડલા મોટી સંખ્યામાં દાહોદમા મહેમાન બને છે.

ખુલ્લા આકાશમાં વિહરતા સુડાના ઝુંડ જાણે આખુયે ગગન લીલુછમ કરવા માંગતા હોય તેવુ દ્રશ્ય સવાર સાંજ સર્જાય છે.દાહોદ વિસ્તારમાં આ સૂડા પોપટ તો છે જ નહી અને તેમને ઇન્ડીઅન રોઝરીંગ પારાકીટ ના નામે ઓળખવામાં આવે છે.દાહોદમાં લીલાછમ ખેતરો અને ફુડ પ્રૌસેસીંગ યુનિટ આવેલા હોવાથી આ સૂડલાને પોષણની તંગી પડતી નથી.પક્ષી વિદ અજય ભાઇ દેસાઇના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી દાહોદ વિસ્તારમાં વસવાટ કરે છે. ફેબ્રુઆરી મહિના સુધી આ સુડલાઓનો મેટીંગ સમય હોય છે અને પછી તેમનો બ્રીડીગ સમય આવે છે.મોટે ભાગે માદા સુડા ઇંડા મુકવા માટે તેમના વતન દક્ષિણની જ પસંદગી કરે છે.કારણે આ માદા સૂડા મોટા વૃક્ષોની બખોલમાં જ ઇંડા મુકે છે જે દાહોદ વિસ્તારમાં આવા વૃક્ષો અને બખોલો જ્વલ્લેજ ઉપલબ્ધ હોય છે.દાહોદમાં વિશ્રામગૃહ તેમજ રાત્રી બજારમાં આ સૂડલા જે વૃક્ષોમાં વસવાટ કરે છે તે સામુહિક હોય છે અને તેને રુસ્ટિંગ કહેવામાં આવે છે.

ઇંડા એક અથવા વધુમાં વધુ બે ઇંડા મુકે છે
આ માદા સૂડા મોટા વૃક્ષના બખોલમાં જ ઇંડા મુકે છે અને એક અથવા વધુમાં વધુ બે જ ઇંડા મુકે છે.ત્રણ ઇંડા મુકવાના કિસ્સા જ્વલ્લેજ જોવા મળે છે તેમ પ્રકૃતિ નિષ્ણાંત અજયભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ. આ ઇંડા સફેદ હોતા થી પણ ડાઘ વાળા પીળા ગંદા દેખાય તેવા ઇંડા હોય છે.દાહોદમાં વિવિધ જલાશયોમાં હંસ તેમજ વિવિધ વિદેશી પક્ષીઓ પણ મહેમાન બને છે અને પક્ષી પ્રેમીઓ તેની ગણતરી પણકરતા આવ્યા છે.આમ સામાન્ય જણાતી આવી બાબતો પ્રકૃત્તિ પ્રેમીઓ માટે સાચા અર્થમાં અસામાન્ય બની રહેતી હોય છે.

પોપટના નામે સુડા પાળવામાં આવે છે.પોપટ પ્રજાતિ જ્વલ્લેજ જોવા મળે છે.જેથી ગુજરાતમાં પોપટના નામે મહત્તમ સુડલાને જ પાળવામાં આવે છે.જે પોપટ મીઠુ સિવાય કાંઇ આગળ બોલતા નથી.જ્યારે પોપટ પ્રજાતિને તાલીમબધ્ધ કરવામાં આવે તો સંસકૃતના શ્લાેકો પણ બોલતા હોવાના પુરાવા હયાત છે.


Related News

Comments are Closed

%d bloggers like this: