પોકળ દાવા: દાહોદ જિલ્લામાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે ટેસ્ટ કીટ અને રસીની તીવ્ર અછત, મારુ ગામ કોરોના મુક્ત ગામના દાવા પોકળ સાબીત થયા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Amidst The Severe Condition Of Corona In Dahod District, Acute Shortage Of Test Kits And Vaccines, Claims Of Free Village Of My Village Corona Proved To Be Hollow.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • મુખ્યમંત્રી બાદ પ્રભારી મંત્રીની લટાર છતાં આવશ્યક જરુરિયાતો મામલે આંખ આડા કાન ચાર દિવસથી રેપીડ ટેસ્ટ થતા નથી ત્યારે કોરોના આંક ઘટ્યો હોવાની ગુલબાંગો

દાહોદ જિલ્લામાં કોરોનાનું ચિત્ર સારું બતાવવાના પ્રયત્નમાં તંત્ર જોતરાયેલુ હોય તેમ લાગી રહ્યુ છે. જિલ્લામાં કોરોના આંક ઘટી ગયો હોોવાનુ લાગી રહ્યુ છે પરંતુ જિલ્લામાં ચાર દિવસથી રેપીડ ટેસ્ટની કીટ જ નથી. રસીકરણનું કામ પણ મંથરગતિએ ચાલી રહ્યુ છે. ત્યારે મુખ્યમંત્રી પછી પ્રભારી મંત્રી પણ સબ સલામત જાણીને લટાર મારી ગયા છે ત્યારે આગામી દિવસોમાં આવા ઢાંક પિછોડાના ગંભીર પરિણામો જોવા મળે તો નવાઇ પામવા જેવુ નહી હોય પરંતુ તેના માટેની જવાબદારી જનતાએ નક્કી કરવી રહી.

આગામી દિવસો કપરા હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે
દાહોદ જિલ્લામાં કોનોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને હજી પણ પરિસ્થિતિ નિયંત્રણમાં નથી.તેમ છતાં જિલ્લા પ્રત્યે જવાબદારો દુર્લક્ષ્ય સેવાઇ રહ્યુ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. કારણ કે પ્રજાને જાણે રામ ભરોસે છોડી દેવામાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલુ છે.જેથી આવનાર દિવસોમાં પરિસ્થિતિ વધારે વણસી જાય તેમ લાગી રહ્યુ છે.

ચાર દિવસથી રેપીડ કીટ ન હોવાથી બુથ પર કાગડા ઉડે છે
દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બદતર થઇ ચુકી છે તેવા સમયે છેલ્લા ચાર દિવસથી રેપીડ ટેસ્ટ કીટની તીવ્ર અછત છે.તેને કારણે ટેસ્ટની સંખ્યા પણ ઘટી ગઇ છે. ટેસ્ટીંગ બુથ પર કાગડા ઉડી રહ્યા છે અને ટેસ્ટ કરાવનારા ધક્કા ખાઇ રહ્યા છે. ચિંતા તો એ વાતની છે કે, કોરોના ગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા તેમના સ્વજનો પણ ટેસ્ટથી વંચિત રહી જાય છે.

પીએચસી પર કરાવેલા RT-PCRના રિપોર્ટ પાંચથી છ દિવસે આવે છે
જિલ્લામાં હાલમાં RT-PCR ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. જેના રિપોર્ટ બેથી ત્રણ દિવસે આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી RT-PCR ટેસ્ટ કરાવાય છે તેના રિપોર્ટ તો પાંચથી છ દિવસે આવે છે. રિપોર્ટ કરાવ્યા પછી પણ લોકો બિન્દાસ્ત ફરે છે. તેને કારણે સંક્રમણ પણ વધી રહ્યુ છે. સૌથી વધુ ગંભીર સ્થિતિ ગામડાઓમાં છે.

રસીના આભાવે રસીકરણ પણ ધીમું પડી ગયુ છે
દાહોદ જિલ્લામાં રસીકરણ મામલે ઘણી ભ્રમણાંઓ પ્રવર્તિ રહી છે. જેથી ઘણાં લોકો રસી મુકાવતા નથી. જિલ્લાને 18 વર્ષથી ઉપરના તમામના રસીકરણમાંથી બાકાત રાખવામાં આવ્યો છે ત્યારે આજની તારીખે જિલ્લામાં માત્ર છ હજાર વેક્સિન જ ઉપલબ્ધ છે. રેમડેસિવિર ઇન્જેક્શન માટે પણ વલખાં છે. ત્યારે મારુ ગામ કોરોના મુક્ત ગામના સૂત્રો દાહોદ જિલ્લામાં પોકળ પુરવાર થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: