પૂર્વ તૈયારી: ત્રીજી લહેરની તૈયારી, 78 આઇસોલેશન કોચનો હવે ટ્રેનોમાં ઉપયોગ નહીં થાય

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોચનું મેન્ટેનન્સ કરી રેલવેએ ફરી રેડી પોઝિશનમાં તૈયાર કર્યા
  • 70 કોચ મહૂ, દાહોદ વર્કશોપમાં તૈયાર થયા, 8 મુંબઇથી આવ્યા

કોરોના કાળમાં આઈસોલેશન વોર્ડ પરીવર્તિત કરવામાં આવેલા 78 કોચનો અત્યારે ટ્રેનોમાં ઉપયોગ નહીં કરાય. કોરોનાની બીજી લહેરની અસર ભલે નહિંવત થઇ ગઇ હોય પણ ત્રીજી લહેરની આશંકાના પગલે રેલવેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇસોલેશન કોચનું મેન્ટેનન્સ કરીને રેલવેએ ફરીથીરેડી પોઝિશનમાં તૈયાર કરી લીધા છે. રેલવે ત્રીજી લહેરની શક્યતાને પગલે એટલે સતર્ક છે કે, બીજી લહેરના સંક્રમણમાં રતલામ મંડળના 1189 રેલવે કર્મચારી પોઝિટિવ થઇ ગયા હતાં.

તેમાંથી 982 રિકવર થઇ ગયા છે. દુખદ એ રહ્યું હતું કે 45 કર્મચારીના મોત થઇ ગયા હતાં. સુરક્ષાની તમામ તૈયારીઓ કરેલી છે પણ ટ્રેનોના સંચાલન, ક્રૂ નું એક બીજા મંડળના રનિંગ રૂમમાં આવાગમનથી સંક્રમણ રોકાતુ નથી. બીજી તરફ ટિહી સ્ટેશને ઉભા કરેલા કોચ સરકારે રેલવેને પરત કરી દીધા છે. આ કોચને ફરીથી પહેલાં જેમ કરીને તેમનો ટ્રેનોમાં ઉપયોગ કરશે.

કોચ પેસેન્જરમાં કન્વર્ટ કરી ટ્રેનોમાં ઉપયોગ કરીશું
ત્રીજી લહેરની સંભાવનાને કારણે સાવચેતીના પગલાં ભરાઇ રહ્યા છે. ટિહી સ્ટેશને ઉભા કરાયેલા કોચ પણ રેલવેને પાછા મળી ગયા છે. મુખ્યાલયના આદેશ બાદ આ કોચ પેસેન્જરમાં કન્વર્ટ કરીને ટ્રેનોમાં ઉપયોગ કરીશું. >વિનીત ગુપ્તા, ડીઆરએમ

ક્યાં કેટલા કોચ ઉભા કરવામાં આવ્યા છે
} બડલઇ 20 } ગૌતમપુરા 18 } ઉજ્જૈન 20 } માંગલિયા 20

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: