પીપલોદમાં કારકિર્દી આયોજન સપ્તાહનું સમાપન

સમાપન

  • Dahod - પીપલોદમાં કારકિર્દી આયોજન સપ્તાહનું સમાપન

    દાહોદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા માહિતી કચેરીના સંયુકત ઉપક્રમે કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી તા. ૨૮/૯/૨૦૧૮ થી તા. ૪/૯/૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો સમાપન સમારોહ જિલ્લા રોજગાર અધિકારી આર.એન.પટેલના અધ્યક્ષસ્થાને દેવગઢબારીયા તાલુકાના પીપલોદની કમલ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા રોજગાર અધિકારી પટેલે વિવિધ સ્પર્ધાઓમાં જુદી જુદી શાળાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરતાં જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના વિસ્તારોમાં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓની કારકિર્દી પરત્વે જાગૃત થાય તે માટે દર વર્ષે આ કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીનું આયોજન કરવાનો આ મહત્વનો પડાવ છે. ત્યારે રોજગાર વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન જે તે શાળામાં યોજીને વિદ્યાર્થીઓની શક્તિઓને ઓળખી જે તે ક્ષેત્ર માટે તેને પ્રેરણા આપી શકાય તે માટેનો મૂળભૂત હેતુ છે. શિક્ષકો વિદ્યાર્થીઓની શક્તિ પારખી વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ બની શકે તેમ તેમણે જણાવ્યું હતું.

    આ સમારોહમાં દાહોદ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક નલિન બામણિયાએ આ કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણીનો રાજ્ય સરકારનો મૂળભૂત ઉદેશ જણાવી ધો. ૧૦, ધો ૧૨ અને સ્નાતક થયા પછી વિદ્યાર્થી પોતાના ભવિષ્ય માટે મૂંઝવણમાં હોય છે. તે માટે સરકારના માહિતી વિભાગ દ્વારા દર વર્ષે કારકિર્દી વિષયક રોજગાર વિશેષાંક બહાર પડે છે તેનો લાભ લેવા જણાવ્યું હતું. તદઉપરાંત શિક્ષિત બેરોજગારો માટે પ્રસિધ્ધ થતા ગુજરાત રોજગાર સાપ્તાહિક સહિત ગુજરાત પાક્ષિક વિશે જાણકારી આપી તેનું વિતરણ કર્યું હતું.

    પીપલોદ કમલ હાઇસ્કુલ ખાતે કારકિર્દી આયોજન સપ્તાહનો સમાપન.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: