પાવાગઢમાં ત્રીજના દિવસે 5000 વાહનો આવતાં 4 કિમી ટ્રાફિકજામ

લોકોને પાંચ ચાર થી પાંચ કલાક લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો

 • On the third day in Pavagadh, 5000 vehicles coming 4 km traffic jam

  પાવાગઢ: પાવાગઢમાં દિવાળી વેકેશન અને શનિવારની રજાના સમન્વયને લઇ ત્રણ લાખ ઉપરાંત યાત્રાળુઓ ધસી આવતા બેખબર તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. જેના કારણે ઠેર ઠેર ટ્રાફીકજામ સર્જાતા સમગ્ર પાવાગઢ માં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રોપ-વે ઉડન ખટોલા સહિત મંદિર તરફ જતા બાવાબજાર પગથિયાં પર લાંબી કતારોને લઈ લોકોને પાંચ ચાર થી પાંચ કલાક લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. બાળકો સહિત પરિવારજનો વિખુટા પડી ગયા હતા.

  -03 લાખ ઉપરાંત ભક્તો પાવાગઢમાં ઉમટ્યાં

  -02 કલાક ટ્રાફિક જામ, વાહનોને ડ્રાઈવર્ઝન અપાયું

  -02 કિમી સુધી બંને બાજુ વાહનોની કતારો લાગી

  – 5000 વાહનો આવતા પાવગઢના પાર્કિંગ પણ ફૂલ થયા

  – 500 મીટર લાંબી લાઈન રોપવેમાં બેસવા માટે લાગી

  – 04 કલાક સુધી રોપવેની લાઈનમાં ભક્તો ઉભા રહ્યાં

  – 03 કલાક લાઇનમાં ઉભા રહી ભક્તો મંદિરે પહોંચ્યા

  – 250 ઉપરાંત ખાનગી જીપોએ મુસાફરોની હેરાફેરી કરી

  – 3.25 લાખ નારિયેળ મંદિરે વધેરવામાં આવ્યા

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: