પાચીયાસાલમાં દારૂ ભરેલા થેલા સાથે બાઇક મૂકી ખેપિયો ફરાર
- પોલીસે દારૂ બાઇક મળી 86,360નો મુદ્દામાલ કબજે લીધો
દિવ્ય ભાસ્કર
Jul 27, 2020, 04:00 AM IST
દાહોદ. દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ એલ.સી.બી.નો સ્ટાફ ગતરાત્રીના રોજ નાઇટ પેટ્રોલીંગમાં હતા. ત્યારે સેવનિયા ચોકડી પાસે વાહન ચેકીંગમાં ઉભા હતા. તે દરમિયાન પાચીયાસાલ તરફથી કંતાનના થેલામાં કંઇક ભરી આવતી જીજે-17-બીબી-2276 નંબરની મો.સાયકલ ચાલકને દૂરથી બેટરીના અજવાળે ઉભી રાખવાનો ઇશારો કરતાં ચાલકે મો.સાયકલ રસ્તાની સાઇડમાં મુકી ઝાડી ઝાંખરામાં ભાગતા પોલીસે તેનો પીછો કર્યો હતો.
કુલ 86,360 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
અંધારાનો લાભ લઇ પોલીસને ચકમો આપી ખેપિયો ભાગી ગયો હતો. જ્યારે કંતાનના લગડામાં બેટરીના અજવાળે જોતાં તેમાંથી વિદેશી દારૂની તથા ટીનની કુલ 108 બોટલ જેની કિંમત 51,360ની મળી આવી હતી. પોલીસે પ્રોહી મુદ્દામાલ તથા 35,000ની કિંમતની બાઇક મળી કુલ 86,360 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ભાગી ગયેલા ખેપિયા વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed