પશ્ચિમ રેલવેનું બીજું100% ઇલેક્ટ્રિફાઇડ ડિવિઝન બન્યું રતલામ: રતલામનાે 949.84 કિમીનો રેલવે ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ ,મંડળમાં હવે તમામ મુસાફર ટ્રેનો વીજ એન્જિનથી જ દોડાવાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક

 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

 • 1986થી 2014 સુધી 589 કિમીનું જ વિદ્યુતિકરણ થયું હતું

પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં બે વર્ષ એટલે કે 2019થી 2021ના સમયગાળા દરમિયાન રેકોર્ડ બ્રેક 360 કિલોમીટર ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરી રેલવેએ મંડળના આખા 949.84 રનિંગ કિમી (ટ્રેક કિમી 1861) ટ્રેકને ઇલેક્ટ્રિફાઇડ કરી લીધો છે. આ કામગીરી સાથે રતલામ પશ્ચિમ રેલવેનું બીજું 100% ઇલેક્ટ્રિફાઇડ ડિવિઝન બની ગયું છે. પ્રથમ ક્રમ મુંબઇનો છે.

આ પૂર્વે રતલામ મંડળમાં 1986થી 2014 સુધીના 28 વર્ષમાં માત્ર 589 કિમી જ વિદ્યુતિકરણ થઇ શક્યું હતું. મંડળમાં હવે તમામ મુસાફર ટ્રેનો વીજ એન્જિનથી જ દોડાવવામાં આવી રહી છે. હાલમાં મહૂ-ખંડવા ટ્રેક બ્રોડગેજ કરાઇ રહ્યો છે. આ કામગીરી પણ વિદ્યુતિકરણ સાથે જ પૂર્ણ કરવામાં આવશે.

રેલવે ટ્રેકના ઇલેક્ટ્રિફિકેશનના લાભો

 • કાર્બન ઉત્સર્જન ઘટશે,કારણ કે ટ્રેને વીજ એન્જિનથી ચાલવા લાગી છે
 • એન્જિન બદલવુ નહીં પડે, સમય બચતાં ટ્રેનોનો રનિંગ સમય બચશે
 • ડિઝલ એન્જિન સામે એસી લૉકોના ખર્ચ 30થી 35 ટકા ઓછો આવે છે
 • મેન્ટેનન્સ ખર્ચ ઘટશે,ડીઝલ કરતાં એસી લૉકોનું મેન્ટેનન્સ ઓછું આવે છે
 • ટ્રેનોને સ્વીકૃત ગતિએ દોડાવી શકાશે.

66 જેટલા એસી લૉકો હાલમાં મળી ચૂક્યા છે
તમામ ટ્રેનોને વીજ એન્જિનથી જ ચલાવાઇ રહી છે. 66 એસી લૉકો એન્જિન મળી ચૂક્યા છે. આશરે તેટલા જ એન્જિન હજી મળશે.

રતલામ મંડળમાં 2019થી 2021 સુધીનું વિદ્યુતિકરણ

 • રતલામ-જાવરા-2 નવેમ્બર 2019
 • તલામ ફતેહાબાદ-3 જૂન 2019
 • ફતેહાબાદ-લક્ષ્મીબાનગર-20જુલાઇ 2019
 • જાવરા-મંદસૌર-9 સપ્ટેમ્બર 2019
 • મંદસૌર-નીમચ-3 નવેમ્બર 2019
 • નિમારખેડી-મથેલા- 4 ઓગષ્ટ 2020}
 • નીમચ-ચિત્તોડગઢ- 2 સપ્ટેમ્બર 2020
 • ઉજ્જૈન-કરછિયા- 29 ડિસેમ્બર 2020
 • શંભુપુરા-નિમ્બાહેડા-7 જાન્યુ. 2021

1986થી 2014 સુધીના વિદ્યુતિકરણની સ્થિતિ

 • રતલામ- ગોધરા-1986​​​​​​​
 • રતલામ-નાગદા-1987​​​​​​​
 • નાગદા-ભોપાલ-1993​​​​​​​
 • ઇન્દૌર-દેવાસ-ઉજ્જૈન-2014

66 ઇલેક્ટ્રિક એન્જિન છે, 2022 સુધી 125 થઇ જશે
રતલામ ડીઝલ શેડને વીજ એન્જિન પણ મળવા લાગ્યા છે. અત્યાર સુધી 66 એસી લૉકો મળી ચૂક્યા છે. 2022 સુધી તે 125 થઇ જશે. 2019માં જ ડીઝલ શેડને લૉકોમાં તબદીલ કરવાની કવાયત કરવામાં આવી છે. 2019 સુધી 115 ડીઝલ હોલ્ડિંગવાળા શેડમાં હવે 38 ડીઝલ એન્જિન બચ્યા છે.

પ. રેલવેના અન્ય ડિવિઝનમાં વિદ્યુતિકરણની સ્થિતિ
મુંબઇ-100%
રતલામ-100%
વડોદરા-85%​​​​​​​
અમદાવાદ-84%
રાજકોટ-60%
ભાવનગર-35%

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: