પર્દાફાશ: દાહોદમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • 11 ઇન્જેકસન તથા રૂ 75,000 રોકડા સાથે 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદમાં રેમડેસિવિર ઇન્જેકશનની તીવ્ર અછત વર્તાઇ રહી છે. તેવા સમયે દાહોદમાં રેમડેસિવિરના કાળા બજાર કરતાં એક ગઠિયો ઝડપાઇ જતાં ઘણાંની પોલ ખુલી ગઇ છે. પોલીસે આ શખ્શની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. હવે આ તપાસનો રેલો આગળ જાય છે કે કેમ તે હાલ કહેવું મુશ્કેલ છે.

ઇન્જેકશન માટે દર્દીઓના સંબંધીઓ નાંણા લઇને પણ વલખાં મારે છે

દાહોદમાં ઝાયડસ તેમજ એક પણ ખાનગી હોસ્પિટલમાં એક પણ પથારી ખાલી નથી. કોરોનાના દર્દીઓને લઇને સંબંધીઓ દવાખાને દવાખાને ભટકે છે. તંત્ર હજી પણ લીપાપોતીમાં વ્સસ્ત છે. કારણ કે રોજ બતાવાતાં પોઝિટિવના આંકડા એક માયાાજાળ સમાન બની ગયા છે. રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ હોવાની ગુલબાંગો વચ્ચે ઇન્જેકશન માટે પણ દર્દીઓના સંબંધીઓ હાથમાં નાંણા લઇને પણ વલખાં મારી રહ્યા છે.

પોલીસે ડમી ગ્રાહક મોકલીને આરોપીને ઝડપી પાડ્યો

બીજી તરફ દાહોદમાં સ્ટેશન રોડ પર આવેલી ક્રિષ્ણા ભોજનાલયમાં એલસીબી પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવિરના કાળા બજાર થતાં હોવોનો પર્દાફાશ થઇ જતાં ઘણાંની બોલતી બંધ થઇ ગઇ છે. જેમાં ગોધરા રોડ પર માં પાર્વતી નગરમાં રહેતો કમલેશ ગટુલાલ રાજપુરોહિત આ ઇન્જેકશનનું વેચાણ કરતો હોવાનું જણાતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં લોકો એક એક ઇન્જેકશન માટે તરસી રહ્યાં છે. ત્યારે આ ગઠિયા પાસેથી 11 ઇન્જેક્શન મળી આવ્યા હતા. રૂ. 75,000 રોકડા અને 5000 રુ.ના મોબાઇલ સાથે 1,39,400 રુ.નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: