પરિવાર ચિંતામાં: ધાનપુરના ખજૂરી ગામના ત્રણ બાળકો પાંચ દિવસથી ગુમ, હોળી જોવા ગયા અને પરત જ ન ફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
ત્રણ સગીર વયના પિતરાઈ ભાઈ બહેન હોળીના દિવસથી ગુમ થયા - Divya Bhaskar

ત્રણ સગીર વયના પિતરાઈ ભાઈ બહેન હોળીના દિવસથી ગુમ થયા

  • પોલીસના સહયોગથી બાળકોની શોધખોળ જારી
  • બાળકોની નામજોગ યાદી સોશિયલ મીડીયામાં વહેતી કરાઇ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામેથી ત્રણ સગીર વયના પિતરાઈ ભાઈ બહેન હોળીના દિવસથી ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. ભારે શોધખોળ આદર્યા બાદ પણ ત્રણે બાળકો ના મળતાં પરિવારજનો હાલ પોલીસના સંપર્કમાં રહીને શોધ ખોળ કરી રહ્યા છે.

ધાનપુર તાલુકાના ખજુરી ગામે બામણીયા ફળિયામાં રહેતા સુનિતા વરસીંગભાઇ બામણીયા (આશરે ઉંમર વર્ષ 13), ઈશ્વર સુમલાભાઈ (ઉ.વ.આશરે 17 વર્ષ) અને તેનો નાનો પિતરાઈ ભાઈ બામણીયા વિક્રમ વરસીંગભાઈ આ ત્રણે ભાઈ-બહેન હોળીના દિવસે ગામમાં હોળી જોવા ગયાં હતાં. હોળી જોયા ગયા બાદ પણ ઘણો સમય વિત્યાં બાદ આ ત્રણે બાળકો ઘરે ન આવતાં પરિવારજનો દ્વારા ગામમાં ત્રણેયની ભારે શોધખોળ આદરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.

બાળકોનો પત્તો ન લાગતાં પોલીસ મથકે જાણ કરવામા આવી છે. પરિવાર દ્વારા આ સંબંધે ત્રણે બાળકોની નામજોગ યાદી સોશિયલ મીડીયામાં પણ વહેતી કરી દીધી છે અને બાળકોનો પત્તો મળે તો ૯૩૧૩૬૦૨૬૪૫, ૮૨૩૮૫૯૮૩૭૪, ૮૨૩૮૩૧૯૪૫૪ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી કરી છે. ત્રણે બાળકો ગુમ થતાં પરિવાર સહિત ગામમાં અનેક તર્ક વિતર્ક પણ વહેતાં થયા છે. જોકે, કોઈ કાયદેસરની જાણવા જોગ નોંધ કરાવાઈ નથી. ધાનપુર પીએસઆઇ પીએસઆઇ.એમ.પટેલે જણાવ્યુ છે કે, આ મામલે તેમના પરિવારજનો હાલ શોધખોળ કરી રહ્યા છે. પોલીસ તેમને સંપૂર્ણ સહયોગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: