પરિવહન: ધાનપુર ગારિયાધાર બસ શરૂ થતા લોકોમાં ખુશી, ગોળ-ધાણા ખવડાવી બસ રવાના કરાઇ

ધાનપુર3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાનો છેવાડાનો ધાનપુર તાલુકો અને તાલુકામાંથી મોટેભાગે પોતાનું પરિવારનું ગુજરાન કરવા માટે કાઠીયાવાડ તરફના જિલ્લાઓમાં પ્રજા મજૂરી અર્થે જતી હોય છે. ત્યારે ગારીયાધાર બસ સેવા શરૂ થતાં લોકોમાં ખુશી છવાઇ હતી. ધાનપુરથી સાંજના ચાર કલાકે ઉપડતી બસ અને ગારીયાધારથી સાંજના 7 વાગે ઉપડે છે. ત્યારે આ બસ સેવા શરૂ થતા ગારીયાધાર ધાનપુર તેમજ પાલીતાણા, ભાવનગર, વડોદરાને જોડતી બસ સેવા શરૂ થતાં લોકોમાં ખૂશી વ્યાપી તેમજ મુસાફરો, શ્રમિકોને આશીર્વાદ સમાન સાબિત થશે. બસ સેવા શરૂ થતા ધાનપુરના લોકોએ બસ કંડકટર, ડ્રાઇવરનુ સ્વાગત કરી તેમજ પ્રથમ બેસનાર પેસેન્જરને ગોળ-ધાણા ખવડાવીને બસને રવાના કરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: