પરિણીતા સાથે દુષ્કર્મ બાદ ફોટો-વીડિયો વાયરલ કરતાં ફરિયાદ

  • યુવતીએ 12 હજાર પરત આપ્યા ન હતાં
  • વલુન્ડાના યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ

દિવ્ય ભાસ્કર

Aug 09, 2020, 04:00 AM IST

દાહોદ. ફતેપુરાના વલુન્ડાનો શિવમ બરજોડ તાલુકાની પરણિતાની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. આ સમય દરમિયાન પરણિતાએ શિવમ પાસેથી 12 હજાર લીધા હતા. જ્યારે શિવમે પરણિતાના બિભત્સ ફોટા અને વિડિયો ક્લીપ પોતાના ફોનમાં ઉતારી લીધી હતી. બાદ બંને વચ્ચે મતભેદ ઉભો થતાં શિવમે પરણિતાએ લીધેલા રૂપિયાની માગ કરતાં તે ન આપતાં શિવમે પરિણીતાના બિભત્સ ફોટા તથા વિડીયો ક્લીપ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરવાની ધમકી આપતો હતો પરંતુ યુવતી પર ધમકીની અસર ન થતાં શિવમ બરજોડે તેના બિભત્સ ફોટા તથા વીડીયો ક્લિપ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધા હતા. જેથી પરણિતાએ શિવમ વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: