પરિણામ: ઝાલોદમાં જિલ્લા પંચાયતમાં ભાજપ પ્રમુખની પત્ની અને નિવૃત્ત IPSની પુત્રી વિજેતા બની, વોર્ડ 6માં અપક્ષ ઉમેદવાર વિજેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતમાં જીત મળતાં ભાજપની પુનઃ સત્તામાં વાપસી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં 38 બેઠકો માંથી ભાજપ અને કોંગ્રેસની 18-18 બેઠક આવી હતી. જયારે અપક્ષના ફાળે બે ગઈ હતી. આ વખતે ભાજપની 26 અને કોંગ્રેસ 10, 2 અપક્ષને બેઠક મળી હતી. ત્યારે જિલ્લા પંચાયતની 9 બેઠકમાંથી ભાજપને 7 અને કોંગ્રેસને 2 બેઠક ફાળે આવી હતી.

જિલ્લા પંચાયતમાં ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ ડામોની પત્ની અને ભાજપના અગ્રણી તથા નિવૃત IPS બી.ડી વાઘેલાની પુત્રી વિજેતા બની હતી.જયારે ધારાસભ્ય ભાવેશ કટારાના કાકાની પણ જિલ્લા પંચાયત પદે વિજેતા બન્યા હતા. નગર પાલિકાના વોર્ડ ન.૬માં ભાજપ – કોંગ્રેસના ઉમેદવારોની હાર થઇ હતી. અને અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી.ગત ચૂંટણી કરતા ઝાલોદ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી સાથે 26 બેઠકો આવતા પુનઃ ભગવો લહેરાયો હતો.

ઝાલોદ તાલુકામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોને કેટલી બેઠકો મળી
જિલ્લા પંચાયત: બેઠક 9 ભાજપ :- 7 કોંગ્રેસ:- 2 અપક્ષ :-૦૦
તાલુકા પંચાયત : 38 ભાજપ :- 26 કોંગ્રેસ:- 10 અપક્ષ :- 2

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: