પક્ષીઓની પહેચાન: દાહોદમા બે દિવસીય પક્ષીજગત ઓળખ તાલીમ શિબિરનું સફળ આયોજન

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શિબિરમા યુવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત ના સહયોગથી લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે પક્ષીઓ વિશેની પ્રાથમિક સમજ આપવા બે દિવસીય પક્ષી જગત ઓળખ તાલીમ શિબિર નું આયોજન કરવામા આવ્યુ હતુ.

લિટીલ ફલાવર સ્કુલમા શિબિર ની શરૂવાત કરાઈ ત્યાર બાદ બહાર થી આવેલા તજજ્ઞો દ્વારા પ્રોજેક્ટરના માધ્યમથી કુલ 50 જેટલા લોકોએ જેમાં જુદી જુદી શાળાના શિક્ષકો વનવિભાગના કર્મચારીઓ સંસ્કાર એડવેન્ચર ટીમના સભ્યો સહિત દાહોદ વાસી ઓએ ભાગ લઈ તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે દાહોદ પાસે જેકોટ ખાતે દેવધરી મંદિરે કુલ 35 લોકોને જંગલમાં ટ્રેકિંગ કરાવીને અને દાહોદ ના જંગલો માં પક્ષીઓ વિશે બાયનોક્યુલર ના મદદથી પક્ષીઓ ઓળખ કરવી અને તમામ શિબિરાર્થીઓને દાહોદ વિસ્તારમાં જોવા મળતા અલગ-અલગ પક્ષીઓ વિશેની સમજ આપવામાં આવી હતી. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા બહાર થી આવેલ ડોક્ટર ધવલ શુક્લ ભાનુભાઈ તેમજ મેહુલભાઈ એ પક્ષીઓ વિશેની વિસતૃ માહિતી આપી લોકોને માહિતગાર કર્યા હતા.

બે દિવસના કાર્યક્રમમાં સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સહયોગ લિટલ ફ્લાવર સ્કૂલ ના આચાર્ય કૃતાર્થ જોષીસર.પૂરું પાડ્યું હતુ. આ કાર્યકર્મ ને સર્ટીફીકેટ કોર્સ માં પરિવર્તિત કરવાનું એમણે સૂચન આપ્યું છે શિબિરાર્થીઓને દાહોદની આસપાસ આવેલા પક્ષીઓ વિશે માહિતી મેળવ્યા બાદ વિશેષ ઉમંગ જોવા મળ્યો હતો અને ભવિષ્યમાં પણ આ કાર્યક્રમ દાહોદમાં થાય તેવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: