પંચાયતનો જંગ: કૉંગ્રેસના ગઢ સમાન દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપ પરિવર્તન લાવી શકશે કે નહીં?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ તાલુકા પંચાયતની કુલ 38 બેઠક 2015માં કૉંગ્રેસે 25 બેઠકો પર જીત મેળવી હતી કૉંગ્રેસ-ભાજપ વચ્ચે પુનરાવર્તન-પરિવર્તનનો જંગ દાહોદ તા.પં.માં વર્ષોથી કૉંગ્રેસનો દબદબો

દાહોદ તાલુકા પંચાયત વર્ષેોથી કોંગ્રેસના કબ્જામાં છે.જેથી ભાજપા આ પંચાયત કબ્જે કરવા એડી ચોટીનું જોર લગાવે છે.આ ચુંટણીમાં પણ આ તાલુકા પંચાયતમાં ખરાખરીનો જંગ ખેલાશે તે નિશ્ચિત છે.ગત વખતે પણ કોંગ્રેસે આ પંચાયત જંગી બહુમતીથી જીતી લીધી હતી.દાહોદ તાલુકા પંચાયતનું શાસન મેળવવાનુ ભારતીય જનતા પાર્ટીનુ બહુ જૂનું સપનુ છે.કારણ કે એકાદ બે ટર્મને બાદ કરતા કોંગ્રેસે આ પંચાયત પર એક હથ્થુ શાસન જમાવેલુ છે.આ તાલુકા પંચાયતની કુલ 38 બેઠકો છે.જેમાં ગત ચુંટણીમાં કોંગ્રેસે 25 બેઠકો જીતી હતી જ્યારે એક અપક્ષે પણ સમર્થન આપતા કોંગ્રેસનુ સંખ્યાબળ 26 નુ થઇ ગયુ હતુ.જેથી કોઇ પણ પ્રકારના ખાસ અસંતોષ વિના કોંગ્રેસે હેમ ખેમ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. દાહોદ તાલુકા પંચાયતમાં કુલ 38 બેઠકો છે જેમાં 37 બેઠકો આદિજાતિ માટે અનામત છે જ્યારે એક માત્ર કતવારા બેઠક અનૂસુચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવેલી છે. કુલ બેઠકો પૈકી 50 ટકા મહિલા અનામતને ધોરણે 18 બેઠકો આદિજાતિ સ્ત્રી માટે આરક્ષિત રાખવામાં આવેલી જેથી પ્રમુખ પદ પણ આદિજાતિ માટે અનામત જ હશે તે નિશ્ચિત છે.જે બેઠકો આ વખતે સ્ત્રી અનામત જાહેર થઇ છે તેમાં ઘણી બેઠકો પર ગત ટર્મના સભ્યોએ ધર્મપત્ની,માતા કે પરિવારની અન્ય મહિલાઓને પણ ઉમેદવારી કરાવી છે.આ તાલુકા પંચાયતની ઉસરવાણ બેઠક ભારતીય જનતા પક્ષે બીનહરિફ જીતી પણ લીધી છે. દાહોદ તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતની આગાવાડા,બાવકા,ગલાલીયાવાડ,ખરોડ,ખંગેલા,જાલત,ખરોદા,મોટી ખરજ અને ઉંચવાણિયા બેઠકનો સમાવેશ થાય છે.જેમાંથી ગત વખતે એક માત્ર બાવકાને બાદ કરતાં તમામ બેઠકો કોંગ્રેસે જીતી લીધી હતી.જેથી જિલ્લા પંચાયતની રચનામાં પણ દાહોદ તાલુકા પંચાયતનો સિંહ ફાળો હતો.આ જિલ્લા પંચાયતની 9 બેઠકો પર પણ વિજય મેળવવા તાલુકા પંચાયતની બેઠકોની માફક જ ભાજપા કોંગ્રેસ કમર કસી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત છે ત્યારે તે પ્રમાણે બેઠકોની ફાળવણી થઇ ચુકી છે.ત્યારે દાહોદ તાલુકા પંચાયતમાં મહિલા મતદારોનુ પ્રભુત્વ છે.કારણ કે આ તાલુકા પંચાયતમાં 38 માંથી 17 બેઠકો એવી છે જ્યાં પુરુષ કરતાં મહિલા મતદારો વધારે છે.કુલ મતદારોમાં પણ સ્ત્રી મતદારો 1,26,255 છે જ્યારે પુરુષ મતદારો 1,25,316 છે.આમ 939 મહિલા મતદારો વધારે નોંધાયેલા છે. દાહોદ તાલુકા પંચાયતમાં વર્ષોથી કોંગ્રેસનુ શાસન હોવાથી તેનો ફાયદો વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને થઇ રહ્યો છે.તેને કારણે જ વર્ષ 2007 થી અત્યાર સુધી દાહોદ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય જ ચુંટાતા આવ્યા છે.આમ તાલુકા પંચાયત અને વિધાનસભા તેમજ દાહોદ તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપ વર્ષોથી કોંગ્રેસના કાંગરા ખેરવી શકી નથી ત્યારે આ વખતે મતદારો કોને વિજય હાર પહેરાવશે અને કોને હાર અપાવશે તેનો કયાસ હાલ નીકળી શકે તેમ નથી.


Related News

Comments are Closed

%d bloggers like this: