નોટિસ: દાહોદમા DDOના ચેકિંગમાં ગેરહાજર 6 કર્મીને શોકોઝ નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે સવારના 11 વાગ્યે કચેરીમાં આવેલી વિવિધ શાખાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ વખતે વિવિધ શાખામાં વર્ગ-2 કક્ષાના એક અધિકારી, એક સિનિયર ક્લાર્ક અને ચાર જુનિયર ક્લાર્ક ગેરહાજર જણાયા હતા. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારી- કર્મચારીઓને શોકોઝ નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતની ઓચિંતી બનેલી ઘટનાથી જિલ્લા પંચાયત કચેરીમા લેટલતીફ કર્મચારીયોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.


Related News

Comments are Closed

%d bloggers like this: