નો(કો)વેકસીન: દાહોદ જિલ્લામાં પખવાડિયાથી કોવેક્સીનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી બીજા ડોઝના લાભાર્થીઓ અટવાઇ પડ્યા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કુલ 11,554 લાભાર્થીઓને કોવેકેસીનનો બીજો ડોઝ આપવાની કામગીરી લટકી પડી

દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણી વખત વેક્સીનની અછતને કારણે લાભાર્થીઓને ધક્કા પણ ખાવા પડે છે.બીજી તરફ જેઓએ કોવેક્સીન મુકાવી છે એવા લાભાર્થીઓ હાલ વધુ મુશ્કેલીમાં મુકાયા છે.કારણ કે છેલ્લા 15 દિવસથી જિલ્લામાં કોવેક્સીનનો જથ્થો ઉપલબ્ધ નથી.તેને કારણે બીજો ડોઝ લેનારા ઘણાં લાભાર્થીઓ અટવાઇ પડ્યા છે.

દાહોદ જિલ્લામાં તારીખ 17 જુલાઇ સુધીમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ કુલ 5,08163 લોકોએ લઇ લીધો છે.જ્યારે 2,40,614 લાભાર્થીઓએ રસીના બંન્નો ડોઝ મુકાવી લીધા છે.જિલ્લામાં હવે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે સપ્તાહમાં પાંચ દિવસ જ રસીકરણ કરવામાં આવે છે ત્યારે આ દિવસોમાં પણ રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લાભાર્થીને ધક્કા ખાવા પડે છે.ઘણી વાર રસીના અભાવે ફક્ત બીજો ડોઝ લેવાનો હોય તો જ રસીકરણ કરવામાં આવે છે.

કોવિશિલ્ડની રસી મુકાવનારા લાભાર્થીઓની સંખ્યા વધારે છે.તે પ્રમાણે સત્તાવાર આંકડા પ્રમાણે દાહોદ જિલ્લામાં કુલ4,62,925 લાભાર્થીઓએ પ્રથમ ડોઝ અને 2,06930 લાભાર્થીઓએ કોવિશિલ્ડનો બીજો ડોઝ પણ મુકાવી દીધો છે.બીજી તરફ કોવેક્સીનના લાભાર્થીઓ ઓછા છે.તે પ્રમાણે45,238 લાભાર્થીઓએ પ્રથમ અને 33,684 લાભાર્થીઓએ કોવેક્સીનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. આમ કુલ 78,922 લાભાર્થીઓએ કોવેક્સીનની પસંદગી હાલ સુધીમાં કરી છે.ત્યારે 11,554 લાભાર્થીઓને કોવેક્સીનનો બીજો ડોઝ આપવાનો બાકી છે.તેમ છતાં જિલ્લામાં કોવેક્સીનનો જથ્થો નિયમિત ન આવતો હોવાને કારણે તેના લાભાર્થાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા 15 દિવસથી કોવેકેસીનનો જથ્થો રાજ્ય કક્ષાએથી આવતો નથી.હવે આજ કાલમાં કોવેક્સીનનો જથ્થો આવવાની સંભાવના છે ત્યારે કેટલો જ્થ્થો આવશે તે પણ એટલું જ અગત્યનુ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: