નુકસાન: કડાણાથી દાહોદ જતી સિંચાઈ યોજનાની લાઈનમાં ઝાબપૂર્વ ગામે ભંગાણ સર્જાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુખસર2 કલાક પહેલા
- કૉપી લિંક
- ખેતરોમાં ચણાનો પાક પૂર્ણતાના આરે છે ત્યારે જ પાણી ઘૂસી જતાં નુકસાન
- પાઇપલાઇનમાં લીકેજથી પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ફતેપુરા તાલુકાના ઝાબપુર્વ ગામે કડાણાથી દાહોદ જતી ઉદ્વહન સિંચાઇ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ થયું હતું. પાઇપલાઇનમાં લીકેજથી પાણી ખેતરોમાં ઘુસી ગયા હતા.જેમાં ખેડૂતોને નુકસાન થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, કડાણાથી દાહોદ સુધી ઉદહન સિંચાઇ યોજના હેઠળ પાઇપલાઇન નાંખવામાં આવી છે. જેમા નદી અને તળાવોમાં પાણી ઠાલવવાની યોજના છે. મોટાભાગના તળાવોમાં સિંચાઈના પાણી ફાળવી દેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જ્યારે બુધવારના રોજ ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામે આ સિંચાઈ યોજનાની પાઇપ લાઇનમાં લીકેજ થયું હતું.
મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયા હતા. ખેતરોમાં હાલમાં ચણાનો પાક પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં આ પાણી ખેતરોમાં ઘુસી જતા ચણાના પાકને મોટુ નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે આ યોજનાના ખાતમુહૂર્તના આગલા દિવસે સુખસર પાસે ભોજેલા ગામે પાણીની પાઇપ લીકેજ થતા મોટી માત્રામાં પાણી વહી જતા ખેડૂતોના તૈયાર થવા આવેલા ઘઉં તથા ચણાના પાકને મોટી માત્રામાં નુકસાન થયુ હતું. હાલ સુખસર પાસે આવેલ ઝાબપૂર્વમા આ પાણીની પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા ખેતીપાકોને નુકસાન થયુ છે.
Related News
સરકારી આક અને વાસ્તવની સ્થિતિમાં ભારે તફાવત: ઝાલોદ તાલુકામાં કોરોનાના 300 કેસ એક્ટિવ, સરકારી ચોપડે ફક્ત 160
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ3 કલાક પહેલાRead More
મુલાકાત: ફતેપુરામાં કલેકટર, SPની સામૂહિક કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા3 કલાક પહેલાRead More
Comments are Closed