નિવેદન: દાહોદ ઝાયડસમાં બેડ ખૂટવા અંગેની અફવાથી નોડલ ઓફિસરનો ખુલાસો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- રેમડેસિવિર ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં હોવાનો દાવો
- બધા કોરોના પોઝિટિવને ઇન્જેક્શનની જરૂર હોતી નથી
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં બેડ ખુટ્યા હોવા સાથે રેમડેસિવિર ઇન્જેક્શન પણ નહીં મળતાં હોવાની વાતો ટોક ઓફ ધી ટાઉન બની હતી. આ મામલે દાહોદની ઝાયડસ ખાતેના કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. કમલેશ નિનામાએ સ્પષ્ટતા કરી કે, કોરોનાના વધતા કેસો અને જાતજાતની અફવાઓ જેવી કે હોસ્પિટલમાં બેડસ ખાલી નથી. રેમડેસિવિર ઇન્જેક્શન વિશે તેમણે જણાવ્યુ હતું કે, રેમડેસિવિર ઇન્જેકશનની દરેક કોવિડ દર્દીને જરૂર હોતી નથી.
કોવિડ કેસોમાં મોડરેટ ટુ સિવિયર એટલે કે જેનું ઓક્સીજન લેવલ 94 કરતાં ઓછું હોય અને જેને શ્વાસમાં વધારે પડતી તકલીફ પડતી હોય, ફેફસામાં ન્યુમોનિયાનું પ્રમાણ 50 ટકા કરતા વધારે હોય અને ખાસ કરીને દર્દી બિમારીના પહેલા અઠવાડીયામાં હોસ્પિટલમાં આવે તો આ ઇન્જેક્શનની અસર સારી હોય છે. બાકી બધા કોવીડ કેસોમાં જરૂર હોતી નથી. એટલે ખોટી અફવામાં આવવું નહી.
હોસ્પીટલમાં બેડસ ખાલી છે કે નહી અથવા ઓક્સીજન છે કે નહી એ બાબતે પણ ઘણી અફવાઓ ચાલતી હોય છે. ઝાયડસ હોસ્પીટલ ખાતે અત્યારે 200 બેડસ છે, 50 બેડસનું આઇસીયુ છે. બીજા 150 બેડસની પણ વ્યવસ્થા કરી છે. અફવાઓથી દોરવું નહી. કોવીડથી ગભરાવવાની જરૂર નથી.
રેમડેસિવિર ઇન્જેક્શન વિશે શુ માહિતી આપી
આ ઇન્જેક્શનની આડ અસર પણ થતી હોય છે, ખાસ કરીને કિડની અને લીવરમાં. એટલે જે દર્દીને ખરેખર જરૂર હોય તેને ડોક્ટરની સલાહ પ્રમાણે આપવું જોઇએ. બધાજ કોરોના પોઝિટિવ દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂર હોતી નથી. ખાસ કરીને જેઓ કોમર્બીડ દર્દીઓ છે એટલે કે બીપી, ડાયાબિટિશ કે હ્રદયરોગની તકલીફ હોય સાથે ફેફસામાં ઇન્ફેક્શનનું પ્રમાણ ૫૦ ટકા કરતા વધારે હોય અને RTPCR પોઝિટિવ હોય ત્યારે પણ ડોક્ટરની સલાહ પ્રમાણે જ વાપરવું જોઇએ.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed