નિર્ણય: 7800 પેન્શનર્સને પ્રતિ મહિને 16 કરોડના સમયસર ચૂકવણા કરાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિ.માં નિવૃત્ત કર્મીઓની ખેવના રાખી પેન્શન અપાયા

દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં 7800 નિવૃત્ત કર્મયોગીઓને આપદા પડી ન હતી. જિલ્લા તિજોરી અધિકારી રાજુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે દાહોદ જિલ્લા તિજોરી કચેરીમાં હાલમાં 7800 જેટલા પેન્શનર્સ જોડાયેલા છે. તિજોરી કચેરી દ્વારા આ નિવૃત્ત કર્મચારીઓને પ્રતિમાસ રૂ.16 કરોડ જેટલું પેન્શન ચૂકવવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન આવેલા લોકડાઉન ઉપરાંત અડધા સ્ટાફ સાથે કામગીરી રાખવા આદેશ બાવજૂત તિજારી કચેરી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને પેન્શન નિયમિત મળી જાય એ રીતે સુંદર કામગીરી કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં આવેલી રાષ્ટ્રીયકૃત્ત બેંકોની 44 શાખાઓમાં તિજોરી કચેરી દ્વારા પેન્શન જમા કરવામાં આવે છે. તે પૈકી પેન્શનર્સના સૌથી વધુ 1700 ખાતાઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખામાં છે. તે બાદ ઝાલોદ એસબીઆઇમાં 1100, દેવગઢ બારિયા એસબીઆઇમાં 700 ખાતાઓ છે. પ્રતિ વર્ષ પેન્શનરને હયાતીની ખરાઇ કરવાની હોય છે. હવે આ પ્રક્રીયા પણ ઓનલાઇન કરવામાં આવી છે. એટલે વૃદ્ધ પેન્શનર્સને સરળતા ઉભી થઇ છે. આમ છતાં, કોઇ બાકી રહી ગયા હોય તો તેમને તિજોરી કચેરી ખાતે હયાતીની ખરાઇ કરી આપે છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: