નિર્ણય: ફતેપુરા તાલુકામાં રોજી રોટી માટે આદિવાસી પરિવારોની હિજરત, બસ સ્ટેશન પર મુસાફરોનો ધસારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા3 કલાક પહેલા

  • કૉપી લિંક
ફતેપુરા તાલુકાના બસ સ્ટેશને મોટી સંખ્યામા મજુરી અર્થે બહાર ગામ જતો ગરીબ વર્ગ નજરે પડે છે. - Divya Bhaskar

ફતેપુરા તાલુકાના બસ સ્ટેશને મોટી સંખ્યામા મજુરી અર્થે બહાર ગામ જતો ગરીબ વર્ગ નજરે પડે છે.

  • ઔદ્યોગિક કંપનીઓના અભાવે રોજગારી ન મળતાં બહારગામ જવું પડે છે

ફતેપુરા તાલુકામાંથી બહાર ગામ રોજી રોટી માટે લોકોની હિજરત યથાવત છે. ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ઓદ્યોગિક કંપનીઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

ફતેપુરા તાલુકામાં રોજીરોટી માટે ગરીબ વર્ગ બહાર ગામ મજૂરીએ જઇ રહ્યો છે. સરકાર દ્વારા તાલુકા સહિત જિલ્લાના લોકો બહાર ગામ રોજી રોટી માટે ન જાય અને જિલ્લામાં જ પેટીયુ રળી ખાય તે માટે સિંચાઇ યોજના પણ લાગુ કરવામાં આવી છે. પરતું સિંચાઇ યોજનાનું પાણી હજી સુધી ગામે ગામ પહોંચ્યું નથી. જેથી કરીને હજી પણ તાલુકાના ગરીબ વર્ગના લોકો જિલ્લા બહાર રોજગારી મેળવવા સ્થળાંતર કરી રહ્યા છે.


Related News

Comments are Closed

%d bloggers like this: