નિર્ણય: દાહોદ શહેર સહિત તાલુકામાં 12મી સુધી રાત્રી કફર્યૂ યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતાં જાહેરનામાની મુદત લંબાવી

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા બહાર પાડવામાં આવેલા જાહેરનામાઓની મૃદ્દત પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતા કલેક્ટર વિજય ખરાડીએ આગામી તા. ૧૨ મે સુધી લંબાવી છે. જે મુજબ દાહોદમાં તા. ૧૨ મે સુધી રાત્રીના ૮થી સવારના ૬ સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. રાત્રી સંચારબંધી દરમિયાન કેટલાંક નિયંત્રણોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે, જયારે ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

આ ઉપરાંત અન્ય એક જાહેરનામા દ્વારા ઝાલોદ તાલુકાના ઝાલોદ શહેર, લીમડી ગામ, દેવગઢ બારીઆ તાલુકાના દેવગઢ બારીઆ નગર, પીપલોદ ગામ, ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામ, સુખસર ગામ, ગરબાડા તાલુકાના ગરબાડા ગામ, જેસાવાડા ગામ, લીમખેડા તાલુકાના લીમખેડા ગામ, પાલ્લી ગામ, સંજેલી તાલુકાના સંજેલી ગામ, સીંગવડ તાલુકાના સીંગવડ ગામ, ધાનપુર તાલુકાના ધાનપુર ગામ ખાતે જે રાત્રીના ૮ વાગ્યે થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં છે તેની મુદ્દત પણ લંબાવીને આગામી તા. ૧૨ મે સુધી કરવામાં આવી છે. કલેક્ટર ખરાડી દ્વારા સમગ્ર દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોની મુદ્દત પણ એક જાહેરનામા દ્વારા આગામી તા. ૧૨ મે સુધી લંબાવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: