નિર્ણય: ઇન્દોર-ગાંધીનગર સ્પે. એક્સ. 21 જુલાઇથી શરૂ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહાનામા સ્પેશિયલ 20મીથી દોડશે
  • સ્પે. ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી

પશ્ચિમ રેલવે રતલામ મંડળના ઇન્દૌરથી ચાલનારી ટ્રેન નંબર 09309-09310 ગાંધીનગર કેપિટલ ઇન્દૌર-ગાંધીનગર સ્પેશયલ એક્સપ્રેસને ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ-ઇન્દૌર સ્પેશયલ એક્સપ્રેસ 22 જુલાઇથી આગામી સૂચના સુધી અને ટ્રેન નંબર 09310 ઇન્દૌર-ગાંધીનગર કેપિટલ સ્પેશલ એક્સપ્રેસ 21 જુલાઇથી આગામી સુચના સુધી ચલાવવામાં આવશે. સ્પેશલ ટ્રેનોનું રોકાણ, પરિચાલન, સમય, સંરચના અને સંચાલન માટેની વિસ્તૃત જાણકારી માટે મુસાફરો www.enqury.indianrail.gov.in પર જઇ જોઇ શકે છે. સ્પેશયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકીટ વાળા મુસાફરો જ મુસાફરી કરી શકશે.

આ ઉપરાંત ઇન્દૌરથી ચાલનારી ટ્રેન નંબર 09304-09303 ઇન્દૌર-વેરાવળ-ઇન્દૌર મહાનામા સ્પેશલ સાપ્તાહિક એક્સપ્રેસનો પણ પ્રારંભ કરવામાં આવનાર છે. આ ટ્રેન 20 જુલાઇથી દર મંગળવારે રાત્રે 1.25 વાગ્યે ઇન્દૌરથી ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09303 વેરાવળ-ઇન્દૌર એક્સપ્રેસ 21 જુલાઇથી વેરાવળથી દર બુધવારે રાત્રે 10.20 વાગ્યે ઉપડશે. આ ટ્રેનનું ગોધરામાં સ્ટોપેજ આપવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: