નિરીક્ષણ: દાહોદ જિલ્લા કલેકટરે સંજેલી તાલુકાના મતદાન મથકોની સરપ્રાઈઝ વિઝીટ કરી, સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરનો ખુલાસો પુછાયો મતદાન મથક પર સ્વચ્છતા જાળવવા સૂચના

દાહોદ જિલ્લામાં 28મી તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલા આજે જિલ્લા કલેકટર વિજય ખરાડીએ સંજેલી તાલુકાના કેટલાક મતદાન મથકોની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી…..કલેકટરે મતદાન મથકો પર મતદારો અને ચૂંટણીકર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. જો કે, કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર પણ કલેકટર સાથે જોડાયા હતા.

બન્ને અધિકારીઓએ સંજેલી તાલુકામાં પાંચેક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અહીં કલેક્ટરશ્રી દ્વારા મતદારો માટે ઉભી કરવામાં આવનારી સુવિધાની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત, પોલિંગ સ્ટાફ માટે ઉતારા, રાતવાસો, સહિતની સુવિધા અંગેની તૈયારીઓની જાત માહિતી મેળવી હતી. અહીં મતદાન કેન્દ્રોમાં સફાઇના અભાવની બાબત કલેક્ટરશ્રીના ધ્યાને આવી હતી. જેના પગલે ખરાડીએ શાળાની તુરંત સફાઇ કરાવવા માટે સૂચના આપી હતી. મતદાનના દિવસે નાગરિકોને સ્વચ્છ માહોલ મળે એ જરૂરી છે, એ બાબતની તેમણે શિક્ષકોને સમજ આપી હતી. બીજી તરફ, સફાઇ બાબતે બેદરકારી દાખવવા બદલ સંજેલી તાલુકાના શિક્ષણાધિકારી દ્વારા ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરના ખુલાસા પણ પૂછવામાં આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: