નિમણૂક: 75 દિવસથી વહીવટદાર શાસિત દાહોદ પાલિકા પ્રમુખ શાસિત બની
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- પાલિકાનો હવાલો દાહોદ પાલિકાના ચીફ ઓફિસર નવનીતકુમાર પટેલને સોંપાયો હતો
- વહીવટદારના શાસનમાં રૂા. 1.34 કરોડની આવક
દાહોદ પાલિકાનો વહીવટ 1 જાન્યુ.થી વહીવટદારના હવાલે હતો. હવે તા.17થી પ્રમુખ- ઉપપ્રમુખની નિયુક્તિ થવા સુધીના કાર્યકાળમાં પાલિકાને વહીવટદારના શાસનમાં રૂ.1.34 કરોડની આવક થઇ છે. તા.11 ડિસે. 2020થી ગત ટર્મના કાઉન્સિલરોની અવધિ સંપન્ન થયા બાદ તા. 31 ડિસે.થી ગત ટર્મના પાલિકા પ્રમુખની અવધિ પુરી થયા બાદ આશરે અઢી મહિના સુધી પાલિકાનો વહીવટ, વહીવટદારને હવાલે રહ્યો હતો. જે હવાલો પાલિકાના ચીફ ઓફિસર નવનીતકુમાર પટેલને સોંપાયો હતો.
તા.28 ફેબ્રુ,ના રોજ પાલિકાની ચૂંટણી પણ સંપન્ન થયા બાદ તા.2 માર્ચે પાલિકાના પરિણામ જાહેર થયા જેમાં ભાજપને 31 સભ્યોના વિજય સાથે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત થતા બાદ 17 માર્ચે પ્રમુખસ્થાને રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ સ્થાને અબ્દેઅલી ચલ્લાવાલા અને કારોબારી ચેરમેન તરીકે લખનભાઇ રાજગોરની નિયુક્તિ થતા હવે પાલિકા પુન: તેની મૂળ રિધમ પ્રાપ્ત કરશે. તા.1 જાન્યુ.થી 16 માર્ચ સુધીના 75 દિવસમાં પાલિકાના વહીવટદાર તરીકે નવનીતકુમાર પટેલે દાહોદમાં ઘરવેરા સહિતના ટેક્ષો વસૂલવા સાથે નળવેરાના બાકી નાણા પેઠે અનેકના નળ કનેક્શન કાપવા સાથે પાલિકાની માલિકીની દુકાનોનું ભાડું બાકી હોય તેવી દુકાનોને સીલ મારવાની કાર્યવાહી સંપન્ન કરાવી હતી અને આ પેઠે દાહોદ પાલિકાને રૂ.1 કરોડ 34 લાખની આવક પ્રાપ્ત થઇ છે.પાલિકાના ટેક્સ સુપ્રીટેન્ડેટ કૈલાસભાઈ ઝાડે આપેલી માહિતી મુજબ વહીવટદારના શાસનમાં તા.1 જાન્યુઆરીથી 16 માર્ચ સુધીના 75 દિવસમાં આ અંતર્ગત વસુલાત પેઠે રૂ.84 લાખ, સીલ મારતી વખતે દંડ પેઠે રૂ.10 લાખ અને NRP (નોન રિફંડેબલ પ્રીમિયમ) પેઠે રૂ.40 લાખ મળી કુલ રૂ.1.34 કરોડ આવક થઇ છે.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed