નિમણુંક: દાહોદ નગર પાલિકાના નવા સુકાનીની આજે વરણી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પ્રમુખ, ઉપપ્રમુખ, દંડક, નેતા, કારોબારીની જાહેરાત થશે

દાહોદ પાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખના નામની જાહેરાત- વરણી તા.17ના રોજ થનાર છે ત્યારે તે પૂર્વે દાહોદના દરેક ચોકથી લઈ પાનના ગલ્લે દાહોદના નવા નગરપતિ કોણ બનશે તેની ચર્ચાઓ ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે. દાહોદ નગર પાલિકામાં 2021થી 2026ના પાંચ વર્ષ માટેની ટર્મ માટેની ચૂંટણીમાં વિજેતા નિવડેલા કાઉન્સિલરો પૈકી નવનિયુકત નગર પ્રમુખ તરીકે આ વખતે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા પ્રમુખની વરણી થનાર છે. ત્યારે આ સ્થાન માટે જે નામો ચર્ચામાં અગ્રીમ રહ્યા હતા. જે પૈકી મોવડી મંડળ દ્વારા સર્વાનુમતે નામનું મેન્ડેટ ખુલશે. ત્યારે આ નામો પૈકી નગરના પ્રથમ નાગરિક તરીકેનું સ્થાન શોભાવવા કોણ બડભાગી નિવડ્યું છે તે ખબર પડશે. તો આ સાથે જ તા.17 માર્ચે જ ઉપપ્રમુખ, દંડક, પક્ષના નેતા અને કારોબારી અધ્યક્ષના સ્થાન માટે પણ જે તે કાઉન્સિલરના નામોની જાહેરાત કરવામાં આવનાર છે.

બાદમાં આગામી ‌સમયમાં પાલિકાની પ્રથમ જે બોર્ડ મળશે. તેમાં જે તે ખાતાઓના ચેરમેનોની ફાળવણી થશે. પ્રાપ્ત માહિતી મુજબ આ વખતે માર્ચ- 2021થી સપ્ટેમ્બર-2023ના અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખની જાહેરાત થશે. તે દરમ્યાન જ આવતા વર્ષે 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણી કાજે ફાયદેમંદ નિવડે તે રીતે પ્રમુખની વરણી થાય તેવી સંભાવના છે.

નગર પાલિકાનું સુકાન દૃષ્ટિવંત સુકાનીને સોંપવામાં આવશે તેવી ધારણા છે
આ વખતે સામાન્ય મહિલાને પાલિકા પ્રમુખ તરીકે વહીવટ‌ સોંપાનાર છે. ત્યારે સ્માર્ટ સીટી તરીકે ઉત્તરોતર વિકાસ પામતા દાહોદ પાલિકાનું સુકાન જેને વિવિધ વિકાસ યોજનાઓનું જ્ઞાન હોય, જેની પાસે આગવું વિઝન હોય, નગર માટે કૈંક કરી છૂટવાની મક્કમતા હોય તેવા દ્રષ્ટિવંત મહિલા સુકાનીને જ ભાજપના મોવડી મંડળ દ્વારા સોંપાશે તેવી ચર્ચાઓ.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: