નાની રાબડાળના મુવાલીયા ક્રોસિંગ પાસે પોલીસે ઘરમાંથી દારૂ ઝડપ્યો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મેળાપીપણામાં દારૂનો ધંધો કરતાં 10ની ધરપકડ, પ્રોહિ., 6 બાઇકો મળી કુલ 83,925નો મુદ્દામાલ કબજે લીધો

નાની રાબડાળના મુવાલીયા ક્રોસિંગ પાસે રહેતો અજય ગણાવા મકાનમાં મળતીયાઓ સાથે ભેગા મળી દારૂનું છુટક વેચાણ કરતો હોવાની બાતમી ડીવાયએસપી શૈફાલી બારવાલને મળતા તેની જાણ તાલુકા પોલીસને કરતાં પી.એસ.આઇ. એમ.એ.દેસાઇ તથા સ્ટાફે અજયના મકાને છાપો માર્યો હતો. જેમાં અજય ઉર્ફે રોકી ગણાવા તથા તેની સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતાં ધાનપુર બોરવાનો સુરેશ પરમાર, મોટી સાસરીનો વિજય પરમાર, રામપુરાનો વિક્રમ મેડા, રળીયાતીનો વિક્રમ બાવનીયા, નગરાળાનો મનીષ ડામોર, અતુલ ડામોર, અભય ડામોર, અજય ડામોર, અનિલ ડામોર મળી કુલ 10 હાજર મળ્યા હતા. તેમજ મકાનની તલાસી લેતાં સીડી નીચેથી તથા બીજા રૂમમાથી દારૂ તથા બીયરની પેટીઓ તથા છુટી બોટલો મળી કુલ 295 બોટલ દારૂ તથા બીયર જેની કિંમત 25,925ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા સ્થળ ઉપરથી 6 બાઇક જેની કિંમત 58,000ની મળી કુલ 83,925 રૂપિયાના મુદ્દામાલ સાથે ઉપરોક્ત તમામ લોકોની ધરપકડ કરી દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: