નાના શરણૈયામાં બે બાળકો સાથે માતાની કૂવામાં મોતની છલાંગ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • પાંચ વર્ષીય દીકરી અને ત્રણ માસના પુત્રને લઇને કૂદી ગઇ
  • સાસરિયાંઓના ત્રાસથી આ પગલું ભર્યુંઃ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

જિલ્લાના ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામે સાસરિયાના ત્રાસથી પરેશાન થઇને એક મહિલાએ પોતાના ત્રણ માસના પૂત્ર અને પાંચ વર્ષિય પૂત્રી સાથે કૂવામાં મોતની છલાંગ મારી હતી. ત્રણેના ડુબી જવાને કારણે મોત થઇ જતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઘટના અંગે ફતેપુરા પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદના આધારે પતિ, સાસુ અને સસરા સામે આપઘાતના દુષ્ર્પેરણનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણેનું ડુબી જવાને કારણે મોત થઇ ગયું
સંતરામપુર તાલુકાના સરાડ ગામની રહેવાસી 32 વર્ષીય સરસ્વતીના લગ્ન નાના શરણૈયા ગામે રહેતાં જેસિંગકુમાર ડામોર સાથે 10 વર્ષ અગાઉ થયા હતાં. કોઇ કારણોસર પતિ જેસિંગકુમાર, સાસુ લલીતા અને સસરા વેલજીભાઇ ડામોર દ્વારા તને ઘરનું કામકાજ આવડતું નથી, તું મરી જા કહીને મહેણાં મારીને તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ મુદ્દે ફરીથી માથાકુટ થતા સરસ્વતી તેના બે બાળકોને લઇને રાતના બે વાગ્યાના અરસામાં ઘરમાંથી નીકળી ગઇ હતી. ગામમાં જ આવેલા એક ખેતર સ્થિત કૂવામાં મોતની છલાંગ મારી હતી. ત્રણેનું ડુબી જવાને કારણે મોત થઇ ગયું હતું.

0


Related News

Comments are Closed

%d bloggers like this: