નાંદરખા પ્રા. શાળા વિભાગ 2માં પ્રથમ ક્રમે

Dahod - નાંદરખા પ્રા. શાળા વિભાગ 2માં પ્રથમ ક્રમે

કાલોલ : અડાદરા કુમાર શાળામાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2018 યોજાયુ હતુ. જેમાં મુખ્ય વિષય જીવનના પડકારોના વૈજ્ઞાનિક ઢબે ઉકેલ અંતર્ગત 1 થી 5 વિભાગમાં 99 કૃતિઓ, તાલુકાની જુદીજુદી શાળાઓમાંથી રજુ કરવામાં આવીહતી. જેમાં કાલોલ તાલુકાની વેજલપુર સીઆરસીમાં આવેલી નાંદરખા પ્રાથમિક શાળા દ્વારા વિભાગ-2માં ઓઝોન થેરાપી અને વિભાગ-4માં તળાવનું શુદ્ધિકરણ એમ બે કૃતિ રજુ કરી હતી.

દાહોદની BOI શાખાને 4 ઓક્ટોબરે ‘બેસ્ટ પર્ફોમિંગ’ એવોર્ડ એનાયત થશે

દાહોદ. દેશભરમાં આવેલી પબ્લિક સેક્ટરની બેન્કોને આધાર એક્સીલેન્સ એવોર્ડ અંતર્ગત આધાર જનરેશન અને અપગ્રેડ કરવાની કામગીરી સોંપવામાં આવેલી. શ્રેષ્ઠ કામગીરી બજાવતા દાહોદની BOI શાખાને ‘બેસ્ટ પર્ફોર્મિંગ બ્રાંચ તરીકે જાહેર કવામાં આવી છે. બેન્કોમાં આધાર અપગ્રેડ કરવાની થઈ રહેલી કામગીરીમાં દાહોદની BOI શાખાએ વર્ષ દરમિયાન 12 હજારથી પણ વધારે આધાર જનરેશન અને અપગ્રેડની કામગીરી કરી હતી. દેશભરમાં સારી કામગીરી કરનાર દાહોદ જિલ્લા મથકની BOI બ્રાન્ચના કર્મચારીઓએ ‘સૌનો સાથ, સૌનૌ વિકાસ’ની જેમ કામગીરી હતી. જેના કારણે 4 ઓક્ટોબરે ગોવામાં યોજાનાર ‘આધાર એક્સીલેન્સ એવોર્ડ ‘18’ માં દાહોદની BOIના સિનિ. બ્રાન્ચ મેનેજર હિરાલાલ સોલંકીને ‘બેસ્ટ પર્ફોમિંગ’ એવોર્ડ આપશે.

ઝાલોદમાં ના.મામલતદારનો વિદાય સભારંભ

ઝાલોદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર કે.પી દવે ફરજ માંથી વય નિવૃત થતાં શનિવારના દિવસે નગરના પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે મામલતદાર કચેરી દ્વારા વિદાય કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.ના.મામલતદાર કે.પી દવે મોટે ભાગે ફરજ દરમિયાન ઝાલોદ કચેરીમાં મહેસૂલ, પુરવઠા ,મધ્યાન ભોજ્ન અને ઇલેશન સહિતના વિભાગમાં કામગીરી બજવી હતી.જેથી નગરના લોકો સાથે તેમનો અનેરો નાતો હતો.વિદાય કાર્યક્રમમાં ફરજ દરમિયાન કરેલી તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને નગરના આગેવાનોએ બિરદાવી હતી.

દાહોદમાં MSW કોલેજના છાત્રોએ સફાઇ કાર્ય

દાહોદ. શ્રી ગોપાલભાઈ પી. ધાનકા એમ.એસ.ડબલ્યુ. કૉલેજ, નગરાળા દ્વારા ૨ ઓક્ટોમ્બરે દાહોદ શહેરનાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે દાહોદ નગર પાલિકાનાં પ્રમુખશ્રી અભિષેકભાઈ મેડા, સુધીરભાઈ લાલપુરવાળા, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ગોપાલભાઈ પી. ધાનકા,નગરાળા શૈક્ષણિક સંકુલનાં સંકુલ નિયામકશ્રી રાણા સાહેબ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

બાલાસિનોર મોડર્ન સ્કૂલમાં સ્વાભિમાન સેનેટરી નેપકિન પેડનો પ્રોજેકટ શરૂ

બાલાશિનોર : ભારત સરકારના આઈ.ટી. વિભાગ હેઠળ ચાલતા સીએસસી મહીસાગરના માંધ્યમથી મહિલાઓના આરોગ્યને લઈ સ્ત્રી સ્વાભિમાન સેનેટરી નેપકિન પેડનો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના (નવગામાં) ગામ માં આ પ્રોજેકટ નાખવામાં આવ્યો છે. આ યુનિટનો બાલાસિનોરના મોડેલ સ્કૂલમાં પ્રાંત અધિકારી અનન્યા દાસ ,માજી ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બાલાસિનોર નગર પાલિકા ઉપપ્રમુખ મફતભાઈ ઠાકોર સહીત મહાનુભાવોની હાજરીમાં પ્રોજેકટનો સુભારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રોગ્રામ માં સ્કૂલ ની 150 થી વધુ વિધ્યાર્થિની ઓ ને ફ્રી ઓફ ચાર્જમાં સેનેટરી પેડ નું વિતરણ કરવા માં આવ્યું હતું.

ગોધરા મહાકાળી મંદિરમાં સુંદર કાંડનું આયોજન

પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમા કરારીય કમૅચારીઓ પોતાની માંગો સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે પરંતુ સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા ન આવતા કમૅચારીઓ દ્વારા ગોધરાના મહાકાળી મંદિરમાં સુંદર કાંડનુ આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદની શાળાના છાત્રોનું વિજ્ઞાનમેળામાં શ્રેષ્ઠ પ્રદર્શન

દાહોદ. દા.અ.મ. સાર્વ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.વાય હાઈસ્કૂલ અને એસ.આઈ.દાદરવાલા હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં લીમડી ખાતે આયોજિત વિજ્ઞાન મેળામાં ત્રણ કૃતિ સાથે ઝંપલાવ્યું હતું. જેમાં વિભાગ ત્રણમાં રોલર એન્ડ સોલાર એનર્જી નામની વિપુલભાઈ એ.પટેલના માર્ગદર્શનમાં કુ. ઝીલ પટેલ અને કુ. કૃપાલી ભટ્ટ દ્વારા સુંદર રીતે પ્રદર્શિત કૃતિને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.

પંચમહાલ જિલ્લામાં ખાસ ગ્રામ સભાના આયોજનો કરાયા હતાં

ગોધરા. પંચમહાલ જિલ્લામાં, તા. ૨જી ઓક્ટોબર, ૨૦૧૮ થી તા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૮ દરમિયાન ખાસ ગ્રામ સભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે. આ ખાસ ગ્રામ સભાઓમાં, દરેક ગામનો વર્ષ ૨૦૧૯-૨૦ માટેનો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્‍લાન (GPDP) બનાવવા સહિત વિવિધ યોજનાકીય માહિતી ગ્રામજનોને આપવામાં આવશે.લોક ભાગીદારીથી યોજાનારી આ ખાસ ગ્રામ સભાઓમાં સંબંધિત વિસ્તારના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહેશે. તેમજ તેના સરળ સંચાલન અને નિરિક્ષણ માટે જિલ્લા,તાલુકાના વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓના આદેશો પણ કરવામાં આવ‍યાં છે.

રાહત દરે ખાતર સહિતની કિટ અપાઇ

ઘોઘંબા : ઘોઘંબા તાલુકાના જીંજરી અને વાંકાળ ગામે જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના ખાતર અને વિતરણ પછી પોષ્ટ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખેડૂત લાભાર્થીને આઠ કિલો મકાઇ, એક થેલી યુરિયા ખાતર, એક થેલી સરદાર એ.મો.સલ્ફેટ અને અને એક થેલી સરદાર એનપીકે બધુ રૂ.500ના રાહત દરેક કિટ આદિવાસી બીપીએલ લાભાર્થીને આપવામાં આવી હતી.

ઝાલોદ તા.ની બે શાળાઓ રાજ્ય કક્ષાના મેળામાં ભાગ લેશે

ઝાલોદ.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં ભોજેલા ગામમાં જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજવામાં આવ્યો હતો.જેમાં જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તેમાં ઝાલોદ તાલુકાની બિલવાણી પ્રાથમિક શાળાની વિભાગ-1 માં ઓર્ગેનિક સંજીવ ખેતીની ક્રુતિ પ્રથમ નબરે આવી હતી.જ્યારે માળી ગામડી વર્ગ પ્રા.શાળાની રજૂ કરેલી ક્રુતિ વિભાગ-4માં પ્રથમ ક્રમાંકે પસંદગી પામતા આ બંને શાળાઓ રાજ્ય કક્ષાએ યોજનારા મેળામાં ભાગ લેશે.

દાહોદની એમ.વાય.હાઈ.માં ગાંધીશબ્દ દર્શન કાર્યક્રમ યોજાયો

દાહોદ. દા.અ.મ. સાર્વ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.વાય હાઈસ્કૂલ અને એસ.આઈ.દાદરવાલા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પૂ. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે તેમના શબ્દદેહને વિદ્યાર્થીઓ નિહાળે તે આશયથી ગાંધીશબ્દ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગાંધી વિચારોથી વાકેફ થાય અને તેમને લખેલા પુસ્તકો વાંચવા પ્રેરાય તેવા આ શાળામાં ઉપસ્થિત પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું.કન્વીનર ચંદ્રેશભાઈ ભૂતાએ આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનને માણ્યું હતું.

મહીસાગર જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો જોગ

લુણાવાડા : મહીસાગર જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો જોગ ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯ માટે બાગાયત ખેતી કરતા મહીસાગર જિલ્લાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ તેમજ અન્ય જાતિના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧/૧૦/૨૦૧૮થી તા. ૩૦/૧૦/૨૦૧૮ સુધી અરજી કરી શકશે. ખેડૂતોએ ઓન-લાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી અરજીની પ્રિન્ટ તથા સાધનિક દસ્તાવેજો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, વરધરી રોડ, યુનિયન બેન્કની સામે, લુણાવાડા, જિ: મહીસાગર ખાતે દિન-૭માં પહોંચાડવા નાયબ બાગાયત નિયામક જણાવવામાં આવે છે

ભીટોડી શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સંપન્ન

દાહોદ. દાહોદ તાલુકાના ભીટોડી ગામના મોહનીયા ‘’ફ’’ વર્ગ પર.શાળાના આચાર્ય રમેશચંદ્ર પરમારના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો કાજે રાબડાલ શાળા અને જેકોટના દેવઝરી મહાદેવ મંદીરનો પ્રવાસ યોજાયો હતો. દાહોદ તાલુકાના બી.આર.સી. ગીરીશભાઈ લબાનાએ રાબડાલ શાળાના આચાર્યની મુલાકાત લઇ દાન આપ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સહુએ દાહોદ સ્થિત ગાયત્રી માતા મંદિર, સ્વામી નારાયણ મંદિર વગેરેના દર્શન પણ કર્યા હતા.

મેન્દ્રીમાં પગપાળા માતાના મઢ દર્શને રવાના

ધાનપુર તાલુકાના મેંન્દ્રી ગામમાંથી મા આશાપુરા માતાનામઢ કચ્છ દર્શનાર્થે ભક્તો રવાના થયા હતા કચ્છમાં આવેલા આશાપુરા મઢ ખાતે દર વર્ષે મેન્દ્રી ગામનાશિવશક્તિ યુવક મંડળના યુવાનો પગપાળા જઈને માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે .આ યુવાનો ને ગ્રામ જનોએ વાજતેગાજતે ભક્તિભાવપૂર્વક દર્શાનાર્થે રવાના કરવામાં આવ્યા હતા જેમાં આખું ગામ જોડાયું હતું.

તમારા સમાજ – સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની – મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી અથવા નિચેના સરનામા પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbdahod@gmail.com દાહોદ બ્યુરો અોિફસ ઃ શિતલા માતા મંદિર રોડ, સ્ટેશન રોડ, દાહોદ

dbgodhra@gmail.com

ગોધરા બ્યુરો અોિફસ ઃ કુમકુમ કોમ્પલેક્સ, IIFLની ઉપર, ઉન્નતિ સ્કુલ પાસે, કલાલ દરવાજા, ગોધરા


Related News

Comments are Closed

%d bloggers like this: