નવું જાહેરનામું: દાહોદ જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા જાહેર કરાયેલા જાહેરનામું હવે આગામી 31 મે સુધી અમલમાં રહેશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- ડિ.જે. પ્રતિબંધ, રાત્રી સંચારબંધી, ફરજીયાત કોરોના ટેસ્ટ તથા લગ્ન સમારોહના જાહેરનામાની મુદ્દત વધારાઇ
દાહોદ જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા કલેક્ટર વિજય ખરાડી દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જે વર્તમાન કોરોનાની સ્થિતિને જોતા જાહેરનામાની મુદ્દતમાં વધારો કરીને આગામી 31 મે સુધી લંબાવવામાં આવ્યા છે અને કેટલાંક ગામ-શહેરમાં જે રાત્રી સંચારબંધીનું જાહેરનામું લાગુ છે ત્યાં આગામી તા. 5 મે સુધી લંબાવવામાં આવ્યું છે.
શ્રમિકોને દસ દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજીયાત
આગામી 31મે સુધી જે જાહેરનામાં લાગુ પડશે તેમાં ડિ.જે. વગાડવા પર પ્રતિબંધ, લગ્ન પ્રસંગમાં 50 થી વધુ વ્યક્તિઓ એકત્ર થવા પર પ્રતિબંધ અને મામલતદાર પાસેથી લગ્ન સમારંભની પૂર્વમંજૂરી અંગેનું જાહેરનામું ઉપરાંત દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારનાં દુકાનદારો-વેપારીઓ-ફેરીયાઓ કે તેમના શ્રમિકોને દર દસ દિવસે ફરજીયાત કોરોનાનો ટેસ્ટ કરાવવા અંગેના જાહેરનામાનો સમાવેશ થાય છે.
રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધીના સંચારબંધી રાત્રી સંચારબંધી જે જાહેરનામાઓ દ્વારા જે ગામ-શહેરમાં લાગુ પાડવામાં આવી હતી. તે ઝાલોદ શહેર, લીમડી ગામ, દેવગઢ બારીઆ શહેર, ફતેપુરા ગામ, ગરબાડા ગામ, લીમખેડા ગામ, સંજેલી ગામ, સીંગવડ ગામ, ધાનપુર ગામ, પીપલોદ ગામ, પાલ્લી ગામ, જેસાવાડા ગામ, સુખસર ગામ ખાતે રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધીના સંચારબંધીનું જાહેરનામું હવે આગામી 5 મે સુધી લાગુ પડશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed