નવી પહેલ: બસમાં સૂર્યઊર્જાથી ચાલતા લાઈટ, પંખા, ફ્રિજ જોઇ લોકો અચંબિત; દાહોદમાં સૌરઊર્જા યાત્રા આવતાં ભવ્ય આવકાર, ઊર્જા સ્વરાજના વિચારને ફેલાવવા આંદોલન

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • People Were Amazed To See Solar Powered Lights, Fans, Fridge In The Bus; Grand Welcome To Solar Energy Yatra In Dahod, Movement To Spread The Idea Of Energy Swaraj

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

વર્તમાન જમાનામાં વીજસપ્લાય મોંઘો બન્યો છે તેવા સંજોગોમાં કુદરતી ગણાતી સૌરઉર્જા પ્રત્યે લોકો વધુ જાગૃત બને ત્યારે સૌરઊર્જાનું મહત્વ લોકો સાંજે અને સ્વીકારે તેવા શુભાશયથી મુંબઈ આઈ.આઈ.ટી.ના પ્રાધ્યાપક પ્રો.ચેતનસિંહ સોલંકી ઉર્જા સ્વરાજ યાત્રા અલીને દેશભરની યાત્રાએ નીકળ્યા છે ત્યારે ઉત્તરાયણના આગળ દિવસે આ યાત્રા દાહોદમાં આવી પહોંચતા દાહોદમાં તેને ભવ્ય આવકાર મળ્યો હતો.

ઉર્જા સ્વરાજ ફાઉન્ડેશન અંતર્ગત ઉર્જા સ્વરાજના વિચારને દુનિયાભરમાં ફેલાવવા શરૂ કરેલા જાહેર આંદોલન અંતર્ગત પ્રો.ચેતનસિંહ સોલંકીએ 11 વર્ષમાં 2 લાખ કિ.મી. અંતર આવરનારી સૌરયાત્રાએ દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં રોકાણ કર્યું છે. ઉર્જા સ્વરાજ યાત્રા અંતર્ગત તા.13-1-’21 ના રોજ દાહોદના ઇજનેરી કોલેજના સેમિનાર હોલ ખાતે પ્રો. ચેતનસિંહ સોલંકીનું વક્તવ્ય યોજાયું હતું. જેમાં તેઓએ વક્તવ્ય આપતા ઉપસ્થિત સહુ કોઈ અભિભૂત થયા હતા.તેમને વર્તમાન યુગમાં આપણા દ્વારા અનેક ક્ષેત્રે અર્થહીન રીતે વીજળીનો વેડફાટ થાય છે તેમ દર્શાવી જયાં જરૂર નથી ત્યાં વીજળી બચાવવા આહવાન કર્યું હતું. અને જરૂર જણાયે સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રો.ચેતનસિંહને મધ્યપ્રદેશ સરકાર દ્વારા તેમને સૌર ઉર્જાના બ્રાન્ડ એમ્બેસેડરનું સન્માન અપાયું છે.

ઉપકરણોનો લાઈવ ડેમો નિહાળી લોકો નવાઇ પામ્યા
આ સૌરઊર્જાની સ્પેશ્યલ બસમાં સૂર્યથી ચાલતા લાઈટ, પંખા, એ.સી.,ફ્રીજ, ગીઝર, દીવો, નાઈટલેમ્પ વગેરે ફિટ કરેલા છે અને 2 લાખ કિ.મી.ની આ સમગ્ર યાત્રા દરમ્યાન તેનો જ ઉપયોગ થઇ રહ્યો છે. તો સાથે સૂર્ય ઉર્જાથી ચાલતી સ્કૂટરની માફક રેસ આપવાથી જ ચાલતી સરસ મજાની સાયકલ પણ સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: