નવા સુકાનીઓ: દાહોદ પાલિકામાં પ્રમુખપદે રીના પંચાલ અને ઉપપ્રમુખ પદે અબ્દી ચલ્લાવાલાની વરણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • લખન રાજગોરનુ ઉપપ્રમુખ પદેથી નામ છેલ્લી ઘડીએ કપાયુ પણ કારોબારી મળી પક્ષના નેતા પદે માજી પ્રમુખ રાજેશ સહેતાઇ, દંડકમાં શ્રધ્ધા ભડંગની પસંદગી

દાહોદ નગર પાલિકના હોદ્દેદારોની આખરે નિર્વિઘ્ને વરણી કરી દેવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખના પદ માટે આશ્ચર્યજનક નામ પર છેલ્લી ઘડીએ મ્હોર મારવામાં આવી છે. કારણ કે લઘુમતી સમાજને પણ પ્રતિનિધિત્વ આપવાના હેતુથી આગામી વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને નિર્ણય કરવામાં આવ્યો હોવાનો તર્ક રજૂ કરવામાં આવે છે. દાહોદ પાલિકની ચુંટણીમાં ભાજપે 36માંથી 31 બેઠક મેળવી એક તરફી વિજય પ્રાપ્ત કર્યો હતો. ગત બે માર્ચના રોજ પરિણામો જાહેર થયા બાદ જુદી જુદી વાતો સામે આવતી હતી અને મુખ્યત્વે બે સિનિયર મહિલાઓના નામ ચર્ચામાં હતા. ત્યારે છેવટે પ્રમુખ પદ માટે સતત ત્રીજી વાર વિજય બનેલા વોર્ડ નં ચારના કાઉન્સીલર રીના પંચાલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે કેટલાયે વર્ષો બાદ પંચાલ સમાજને ફાળે પ્રમુખ પદ આવ્યુ છે. ભાજપાના કાર્યકરો નેતાઓ ઉપરાંત પંચાલ સમાજના અગ્રણીઓએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પાલિકામાં ઉપપ્રમુખ પદ માટે ભારે ખેંચ તાણ હતી. જેમાં બીજી વખત વિજેતા બનેલા લખન રાજગોર સાથે સતત ત્રીજી ટર્મના કાઉન્સીલર નૃપેન્દ્ર દોશીનું નામ પણ ચર્ચાંમાં હતું. લખન રાજગોરનુ નામ ગત રાત સુધી નિશ્ચિત હતુ પરંતુ સવારે તેમાં ઉલટ ફેર થયો હોવાનુ પક્ષના જ સૂત્રો દ્રારા જાણવા મળ્યુ છે. તેમના બદલે પ્રથમ વખત જ વિજેતા થયેલા અબ્દી ચલ્લાવાલાને ઉપપ્રમુખ પદનો શિરપાવ આપવામાં આવ્યો છે. કારણ કે, તે લઘુમતી સમાજમાંતી આવે છે અને બિલ્ડર લોબીના અંગત છે.

આ ચુંટણીમાં લઘુમતીઓએ ભાજપાને ખોબલે ખોબલે મત આપ્યા હોવાથી તેમના વિસ્તારોમાંથી પેનલોનો પ્રચંડ વિજય થયો છે. ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં પણ લઘુમતીઓના મતોનું બાજપા તરફે ઘ્રુવીકરણ કરવાના હેતુથી લઘુમતીને ખુશ કરવાનો પ્રયાસ હોવાનું ચુંટણી ચાણક્યોનો મત છે. જોકે, આ નિમણુકથી કેટલાક નારાજ પણ થયા છે. આ વખતે કારોબારી સમિતિના ચેરમેનની જાહેરાત પણ તેની સાથે જ કરી દેવામાં આવી છે. તેમાં ઉપપ્રમુખ પદેથી જેમનું નામ કપાયુ હોવાનું કહેવાય છે તે લખન રાજગોરની નિમણુક કરવામાં આવી છે. આ નિમણુકની સારા નરસા પ્રત્યાઘાતો અન્ય ચુંટાયેલા સભ્યોમાં પડી શકે છે. કારણ કે, ભુતકાળની સરખામણી પણ રાજકારણમાં કરવામાં આવતી હોય છે.

સંગઠન અને ચુંટાયેલી પાંખ વચ્ચે સંતુલન જાળવવાનું કામ પક્ષના નેતાનુ હોય છે. ત્યારે આ પદ માટે ત્રીજી વખત વિજેતા થયેલા અને પાલિકાના ભુતપૂર્વ પ્રમુખ રાજેશ સહેતાઇને જવાબદારી સુપરત કરવામાં આવી છે. કારણ કે રાજકીય દાવપેચના જાણકાર અને પાલિકા રાજકારણના ખેલાડી હોવાથી કોઇ આંતરિક ડખો ઉભો ન થાય તેના માટે તેમની પસંદગી કરવામાં આવી હોવાનું કહેવાય છે. કારણ કે સંખ્યાબળ મોટું હોવાથી અસંતોષ પણ ઉભો થઇ શકે છે.

ચોથું પદ દંડકનુ હોય છે. ત્યારે આ પદ પર નવા નિશાળીયા પરંતુ શિક્ષિત અને યુવાન શ્રધ્ધા ભડંગની વરણી કરવામાં આવી છે. હવે બાંધકામ ટાઉન પ્લાનીંગ, પાણી પુરવઠા જેવી મહત્વની સમિતિઓના અધ્યક્ષોની વરણી બાકી છે. ત્યારે હવે તે કોના ફાળે જાય છે અને તેના માટે કેવું લોબીંગ કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ઉપપ્રમુખ સિવાય તમામ હોદ્દેદારો પારિવારિક રાજકીય પૃષ્ઠભુમિ ધરાવે છે ઉપપ્રમુખ સિવાય તમામ હોદ્દેદારો પારિવારિક રાજકીય પૃષ્ટભુમિ ધરાવે છે. પ્રમુખ રીના પંચાલના પતિ સંઘ તેમજ ભાજપામાં સક્રિય છે. તે જિલ્લા ભાજપાના મંત્રી પણ હતા પરંતુ પત્નીને ઉમેદવારી કરાવવાની હોવાથી રાજીનામુ આપ્યુ છે. કારોબારી અધ્યક્ષ લખન રાજગોરના બે મોટાભાઇઓ પાલિકામાં જ કાઉન્સીલર રહી ચુક્યા છે અને તે પૈકીના એક ગત વખતે કારેબારી સમિતિના જ ચેરમેન હતા. પક્ષના નેતા રાજેશ સહેતાઇના પિતા પણ પાલિકાના ઉપપ્રમુખ રહી ચુક્યા છે ત્યારે દંડક શ્રદ્ધા ભડંગના પિતા પાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: