નવસારીની મહિલા PSIની સાસરિયા સામે નોંધાયેલી ફરિયાદ
- ફતેપુરા રહેતાં સાસરિયાઓ સામે કાર્યવાહી
- દહેજ મુદ્દે ત્રાસ ગુજારાતાં પતિ સહિત 5 સામે ગુનો
દિવ્ય ભાસ્કર
Aug 05, 2020, 04:00 AM IST
દાહોદ. ફતેપુરા તાલુકાના લીમડિયા ગામની મૂળ વતની અને હાલ નવસારી ખાતે PSI તરીકે ફરજાધિન શકુન્તલા ડામોરના લગ્ન 20 એપ્રિલ 2017ના રોજ મહિસાગરના ભંડારા ગામે રવિન્દ્રકુમાર થયા હતાં. હાલ ફતેપુરાની આઇ.કે દેસાઇ હાઇસ્કુલ સામે રહેતાં સાસરિયાઓ સામે શકુન્તલા ડામોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, લગ્ન બાદ પતિ સાથે સાસુ, સસરા, નણંદ અને જેઠ હેરાન કરતા હતાં. સાસુ-સસરાને ફરિયાદ કરતાં તારો પતિ કંઇ કરતો નથી, તારે તારા પતિ માટે પ્લોટ ખરીદી આપવા પડશે કહીને દસ લાખની માગ કરી હતી. આ મામલે શકુન્તલા ડામોરે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાસરિયાઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Related News
સરકાર દ્વારા માર્ગદર્શિકા: ખાનગી હોસ્પિટલ-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેકશનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
ક્રાઇમ: દાવાના રૂપિયાનો નિકાલ કરતો નથી કહી યુવક પર હુમલો કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed