નકલી અધિકારી: ​​​​​​​ઝાલોદના વાંકોલમાં નકલી અધિકારીઓ ડમ્પર સહિત પાંચ લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બોલેરોમાં ચાર લૂંટારૃઓ ખાણ ખનિજ અધિકારી બનીને આવ્યા હતા

ઝાલોદ તાલુકાના વાંકોલ ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે . જેમાં એક બોલેરોમાં સવાર થઇને આવેલા ચાર અજાણ્યા લૂટારૂઓએ ત્યાથી પસાર થઈ રહેલા એક રેતીના ડમ્પરના ચાલકને ખાણ ખનિજ અધિકારીઓની ઓળખ આપી હતી. રોયલટી પાસ માગી ધમકાવી રોકડા રૂપિયા મોબાઇલ ફોન તેમજ રેતી ભરેલ ડમ્પર મળી કુલ રૂપિયા 5,09,400 મુદ્દામાલ લૂંટી લઇ જઇ ફરાર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે.

ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામે મોજાઈ ફળિયામાં રહેતા રાજેશભાઈ છગનભાઈ મુનિયા પોતાના ડમ્પરમાં રેતી ભરી વાંકોલ ગામેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે ત્યાં ચાર જેટલા અજાણ્યા વ્યક્તિઓ બોલેરોમાં આવ્યા હતા. રાજેશભાઈના ડમ્પરને ઓવરટેક મારી ડમ્પરને ઉભું રખાવી દીધુ હતું અને રેતીની રોયલ્ટીની માંગણી કરી હતી. અને આ દરમિયાન અજાણ્યા ઈસમોએ રાજેશભાઈનો હાથ પકડી ડમ્પરમાંથી નીચે ઉતારી દીધા હતા.

તથા તેઓના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન, ચાંદીનું ભોરયુ લઇ લીધુ હતુ. તેમજ પાંચ લાખની કિંમતનું ડમ્પર થોડે દુર લઇ ગઈ રાજેશભાઈને રસ્તામાં ઉતારી દીધા હતા. જેમાં ડમ્પર તેમજ ઉપરોક્ત મુદ્દામાલ લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા. આ સંબંધે રાજેશભાઈ છગનભાઈ મુનિયા દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: