ધોળે દાડે લૂંટ: દાહોદના ઉસરવાણ ગામે હેલીપેડ પર ફરવા ગયેલા બે મિત્રો ભર બપોરે લૂંટાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ લૂંટારા બાઈક પર આવી મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ. 12 હજાર 800નો મુદ્દામાલ લઇ ફરાર

દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલા પર્યટન સ્થળ એવા હેલીપેડ પર બે મિત્રો ફરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ બંનેને બાનમાં લઇ મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 12 હજાર 800ની સનસનાટી લૂંટ ચલાવી નાસી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે હોળી ફળિયામાં રહેતા વિશાલ રાજેશભાઈ પટેલ અને દિવ્યાબેન બંને દાહોદ તાલુકાના ઉસારવણ ગામે આવેલા પર્યટક સ્થળ એવા હેલીપેડ ખાતે બપોરના એક વાગ્યાના આસપાસ ફરવા આવ્યા હતા.

આ દરમિયાન એક બાઇક પર આવેલા ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ વિશાલભાઈ તથા દિવ્યાબેન પાસેથી બે મોબાઇલ તેમજ રોકડા રૂ સાત હજાર તથા 500 તેમજ બે મોબાઇલ ફોનની કિંમત મળી કુલ રૂપિયા 12 હજાર 800ની માતાની સનસનાટી ભરી ધોળે દિવસે લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સંબંધે વિશાલ રાજેશભાઈ પટેલ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: