ધાનપુર તાલુકા પંચાયતનો ગ્રામ સેવક 8000ની લાંચ લેતાં ઝડપાયો

  • Dhanpur taluka panchayat took away the bribe of 8000 Gram Sevak

    ધાનપુર: ધાનપુર તાલુકા પંચાયત કચેરીમાં ગ્રામ સેવક વર્ગ 3ના કર્મચારી તરીકે ફરજ બજાવતા જેવતાભાઈ હરચંદભાઈ પારગી પ્રધાન મંત્રી આવાસના બીજા હપ્તાના પચાસ પચાસ હજારના બે લાભાર્થીઓને ચૂકવ્યા હતા જેને લાભાર્થીઓના ચાર ચાર હજાર લેખે 8000ની લાંચ લેતા દાહોદ એસીબીએ રંગેહાથ ઝડપાતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

    એક જાગૃત નાગરિકના ભત્રીજાઓને પ્રધાન મંત્રી આવાસ મંજુર થયા હતા જેમાં એક આવાસના 120000 મંજુર થયા હતા જેમાં આવાસના બીજા હપ્તાના પચાસ પચાસ હજાર જમા થયા હતા અને બીજા હપ્તાની ટકાવારી ચાર ચાર હજારની ગ્રામ સેવકએ માગી હતી. જેની જાગૃત નાગરિકે દાહોદ એસીબીને ફરિયાદ આપતા દાહોદ એસીબીએ પીઆઈ એ.કે વાઘેલાએ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું જેમાં આ ગ્રામસેવક ચાર ચાર હજાર મળીને આઠ હજારની લાંચ લેવા માટે લાભાર્થીઓને કંજેટા ચોકડી પર બોલાવ્યા હતા. ગ્રામ સેવક કંજેટા ચોકડી પર 8000ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો. ધાનપુર તાલુકા પંચાયત કચેરીમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવતા બનાસકાંઠાના ટુડાવ ગામના રહેવાસી જેવતાભાઈ હરચંદભાઈ પારગીની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: