ધરપકડ: CAની ઓફિસમાં ચોરી કરનાર નગરાળાના યુવકની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • દાહોદ શહેર પોલીસે મુવાલીયા તળાવ નજીક ખેતરમાંથી ઝડપ્યો
  • યુવકના ઘરેથી ચોરી કરેલા લેપટોપ તથા ટીવી રિકવર કર્યા

દાહોદ શહેરમાં રાત્રે CAની ઓફીસમાં 45 હજારના મુદ્દામાલની ચોરીનો ભેંદ ઉકેલી પોલીસે નગરાળા ગામના યુવકની ધરપકડ કરી હતી. રીમાન્ડમાં યુવકના ઘરેથી ચોરી કરેલો લેપટોપ તથા ટીવી રિવકર કર્યુ હતું. દાહોદ શહેરના નેતાજી બજારમાં રાજ કમલ શાહ નામક ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાં સપ્તાહ પૂર્વે તાળા તોડી ઓફિસમાંથી રોકડ, લેપટોપ તથા ટીવી મળી કુલ રૂા.45,000ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ઓફિસના સીસીટીવી કેમેરામા કેદથતા ચાર્ટડ એકાઉન્ટન્ટેે દાહોદ શહેર પોલિસમાં ફરિયાદ આપતા પી. આઇ. વી.પી.પટેલના માર્ગદર્શનમાં પી.એસ.આઇ. એસ.એમ.પઠાણ તથા આર.એ.પટેલ અને ડી સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જેમાં ચોરી કરનાર નગરાળા ગામના લક્ષ્મણ મલજી માવીને બાતમી આધારે પોલીસે કોમ્બીંગ કરી મુવાલીયા તળાવ પાસેના ખેતરોમાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીના રીમાન્ડ દરમિયાન તેના ઘરેથી ચોરી કરેલ લેપટોપ તથા ટીવીનો મુદ્દામાલ રીકવર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: