ધરપકડ: સુરેન્દ્રનગરના લીંબડીમાં એક વર્ષ પૂર્વે સાડા સતર લાખની ઘરફોડ ચોરીને અંજામ આપનારા બે શખ્સો ઝડપાયા
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- ધાનપુર પોલીસે બાતમીના આધારે આંબાકાચ ગામેથી દબોચી લીધા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17.50 લાખની ઘરફોડ ચોરીનો ભેદ વણઉકલયો હતો.આ ગુનાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને દાહોદ જિલ્લાની ધાનપુર પોલીસે બંને આરોપીઓને આંબાકાચ ગામેથી ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યુ છે.
દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે કરવાની પોલીસ દ્વારા હાલ કામગીરી ચાલી રહી છે .ત્યારે આ કામગીરીમાં ધાનપુર પોલીસ પણ સક્રિય બની છે ત્યારે ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ 17.50 લાખની ઘરફોડ ચોરીના આરોપીઓ ચંદુભાઈ રાળુંભાઈ ભુરીયા તથા ભાણુંભાઈ મનુભાઈ ભુરીયા (બંને રહે.નવાનગર, પાણીવડીયા ફળિયું, તા.ધાનપુર જિ દાહોદ) આંબાકાચમા વોચ ગોઠવાઇ ગઇ હતી.તે સમયે ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસને જોવાતાની સાથે જ પોલીસે બંનેને દબોચી લીધા હતા. ધાનપુર પોલીસે ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે વધુ ગુના પણ ઉકેલી શકાય છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed