ધરપકડ: સુખસર બસ સ્ટેશન નજીકથી માઉઝર પિસ્તોલ સાથે 1 પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • મોટા નટવાનો બદામ ભીમા કિશોરી ઝડપાયો

આગામી હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને જિલ્લામાં ગુનાઓ કરતા વ્યક્તિઓને ઝડપવા નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાની સુચનામાં દાહોદ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરના માર્ગદર્શનમાં LCB પી.આઇ. બી.ડી.શાહને બાતમી મળેલ કે સફેદ કલરનુ આખી બાયનુ શર્ટ તતા રાખોડી કલરનું પેન્ટ પહેરેલ એક વ્યક્તિ દેશી હાથ બનાવટની પિસ્તોલ લઇ મોટા નટવા ગામથી સુખસર બસ સ્ટેશન ચાર રસ્તા તરફ આવવાનો છે.

જેના આધારે એલ.સી.બી. પી.એસ.આઇ. પી.એમ.મકવાણાએ સ્ટાફ સાથે સુખસર બસ સ્ટેશન નજીક ચોકડી ઉપર આયોજનબધ્ધ વોચ ગોઠવી ફતેપુરાના મોટા નટવાનો બદામ ભીમા કિશોરીને દેશી હાથ બનાવટની પિસ્ટર (માઉઝર) જેની કિંમત 5000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અને સુખસર પોલીસ મથકે હથિયાર ધારા હેઠળ તેની સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: