ધરપકડ: સીમળાધસી, દે. બારિયા અને ખંગેલાથી રૂા.1.59 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • દારૂ, જીપ અને બાઈક મળી કુલ 5.66 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી 1.59 લાખ ઉપરાંતના દારૂ સાથે ચારને ઝડપી પાડ્યા હતા. જેમાં સીમળાધસીમાં દારૂનો જથ્થો બોલેરો ગાડી સાથે ડ્રાઇવર ઝડપાયો હતો. જ્યારે દેવગઢ બારિયામાં થેલામાં દારૂ લઇને ભેલા એકને ઝડપી પાડ્યો હતો. તેમજ કતવારા પોલીસે ખંગાલામાંથી બાઇક ઉપર દારૂ લઇને આવતાં બે ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા. સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ તથા સ્ટાફે પેટ્રોલીંગમાં હતો. ત્યારે એક જીપ દારૂનો જથ્થો ભરી વાંદર ગામે થઇ દે.બારિયા તરફ જવાની હોવાની બાતમી મળતા નગવાવ ગામ તરફ જતા રોડના ક્રોસીંગ પર વોચમાં ઉભા હતા.

ત્યારે સીમળાધસી તરફથી આવતી બાતમી વાળી જીપનો ચાલકે પોલીસ જોઇ ગાડી ઉભી રાખી નીચે ઉતરી ભાગતાં પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો. ડ્રાઇવરે પોતાનું નામ ઝાબીયાનો દિલીપ પટેલ જણાવ્યું હતું. જ્યારે ગાડીમાં તપાસ કરતાં સીમળાધસીના નરવત બારીયા તથા અલ્કેશ ગમારે ભરી આપેલો દારૂના ક્વાટરની પેટીઓ 768 તથા બીયર ટીન મળી કુલ 1,41,840નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ તથા 4 લાખની ગાડી મળી કુલ 5,46,840ના મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ડ્રાઇવર તથા માલ ભરાવી આપનાર સહિત ત્રણ સામે સાગટાળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કતવારા પોલીસ સ્ટાફ ગતરોજ કઠલા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બે વ્યક્તિઓ કપડાના થેલામાં વિદેશી દારૂ ભરી મોટર સાયકલ ઉપર આવતા હોવાની બાતમીના આધારે ખંગેલા ગામે વોચમાં ઉભા હતા. ત્યારે એક બાઈક ઉપર આવતા બે વ્યક્તિ પોલીસને જોઇ ભાગવતાં જતાં કોર્ડન કરી રળીયાતીના દેવરાજ પપ્પુ સીસોદીયા તથા કિશન અશોક સીસોદીયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાસેના થેલાની તલાસી લેતા બિયરના ટીન નંગ 17 જેની કિંમત 1700 તથા વ્હીસ્કીના ક્વાટર નંગ 38 જેની કિંમત 3150ની મળી કુલ 4850નો દારૂ મળી આવ્યો હતો. દારૂ તથા 15 હજારની બાઈક મળી કુલ 19,850નો મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી કતવારા પોલીસે કાર્યવાહી કરી હતી.

વગઢ બારિયામાં પાણીની ટાંકી પાસે રહેતો કાળીયો ઉર્ફે મિનેશ શના ઠાકોર બેગમાં વિદેશી દારૂ રાખી જીઇબી સ્ટેશન તરફ જતા કાચા રસ્તા ઉપર ઉભો હોવાની દેવગઢ બારિયા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરવા જતાં એક વ્યક્તિ રોડની બાજુમાં બેગ લઇને ઉભેલા કાળીયો ઉર્ફે મિનેશ શના ઠાકોરની પોલીસે પુછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહી આપતાં તેની પાસેની બેગમાં તલાસી લેતાં તેમાંથી ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા નંગ 47 જેની કિંમત 12,220ની મળી આવી હતી. દારૂના જથ્થા સાથે કાળીયો ઉર્ફે મિનેશ શના ઠાકોરને ઝડપી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

એટલે કે રોજના 14થી 15 કલાક સુધી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે અને તળાવોમાં આ પાણી છોડવામાં આવે છે. હાલના તબક્કે સિંચાઇ વિભાગ દ્વારા લાઇનની પાણી નાખવાની સાથે લાઇનની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. જેથી કોઇ ખામી હોય તો તે પહેલથી જ દુરસ્ત થઇ શકે. સાંસદ જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં ખેડૂતોએ તળાવમાં મહી નદીના જળનો વધામણા કર્યા હતા.છેલ્લા ત્રણ દિવસથી પાટાડુંગરી ઠક્કર બાપા જળાશયમાં લગાતાર પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જેના કારણે તેની જળ સપાટીમાં સવા ફૂટનો વધારો થયો છે. આ જળાશયનું ટોપ લેવલ 560.50 ફૂટ છે. તે તા. 18ની સ્થિતિએ 555.80 ફૂટ ભરાયો છે. તેની ક્ષમતા 41 મિલિયન ઘન મીટર છે.






Related News

Comments are Closed

%d bloggers like this: