ધરપકડ: સાગટાળા પોલીસે બે સ્થળેથી 53 હજારનો દારૂ ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાચીયાસાલ અને ખાંડણીયામાં દારૂ સાથે બાઇક ફેંકી ખેપિયા ભાગી ગયા
  • રૂપિયા 92,960નો મુદ્દામાલ કબજે લઇ બંને ખેપિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો

દાહોદ જિલ્લામાં સાગટાળા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પાચીયાસાળ તથા ખાંડણીયામાંથી બાઇક ઉપર હેરાફેરી કરાતો 52 હજાર ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઇ દારૂ સાથે બાઇકો ફેંકીને ખેપિયા ભાગી ગયા હતા. પોલીસે રૂા.92960નો મુદ્દામાલ કબજે લઇ ગુનો નોંધ્યો હતો.

દેવગઢ બારિયાના સાગટાળા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ખાંડણીયા ગામે ચોકડીથી આગળ એક નંબર વગરની બાઇકની પાછળના ભાગે કંતાનના લગડા જેવંુ બનાવી આવતો ચાલક પોલીસને જોઇ બાઇક રોડ ઉપર જ મૂકીને ખેતરોમાં તુવરના ઉભા પાકમાં થઇ ભાગી ગયો હતો. પોલીસે બાઇક ઉપરના કંતાનના થેલાની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના હોલની 5 પેટીઓ જેમાં 60 નંગ હોલ જેની કિં. 26,400ની મળી આવી હતી.

તેવી જ રીતે પાંચીયાસાલ ચેક પોસ્ટ પાસે પણ આર.સી.સી. રોડ તરફથી એક બાઇકચાલક શંકાસ્પદ હાલતમાં કંતાનના થેલામાં કાંઇક ભરીને નીકળતાં પોલીસે તેમનો પીછો કરતાં ચાલક મોટર સાયકલ પગદંડી રસ્તો વાળવા જતાં નીચે પડી જતાં પોતાની બાઇક મૂકી અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. મોટર સાયકલ ઉપર લાગેલા કંતાનના થેલાના બનાવેલા લગડાની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટીકના હોલ 750 મિલી તેમજ બિયરના ટીન તેમજ કાંચના 180 મિલીના ક્વાટરીયા મળી કુલ 124 નંગ બોટલ જેની કિંમત 26,560ની મળી આવી હતી. બન્ને સ્થળેથી પ્રોહી મુદ્દામાલ તથા બે બાઇક મળી 92960 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ભાગી ગયેલા બંને ખેપિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: